મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે મધુરમ ફાઉન્ડેશન, ભારત વિકાસ પરિષદ તેમજ ગાયત્રી કેન્દ્ર દ્વારા આયુર્વેદનો જીવેમ: શરદ: શતમ્ કાર્યક્રમ


SHARE







મોરબીમાં કાલે મધુરમ ફાઉન્ડેશન, ભારત વિકાસ પરિષદ તેમજ ગાયત્રી કેન્દ્ર દ્વારા આયુર્વેદનો જીવેમ: શરદ: શતમ્ કાર્યક્રમ

મોરબીમાં આવતી કાલે તા.૩-૯ ના રોજ સાંજે ૪ થી ૭ સંસ્કાર બ્લડ બૅન્ક, શનાળા રોડ, નવા બસ સ્ટોપની પાસે, જીઆઇડીસી ખાતે મધુરમ ફાઉન્ડેશન, ભારત વિકાસ પરિષદ તેમજ ગાયત્રી કેન્દ્ર દ્વારા આયુર્વેદનો જીવેમ: શરદ: શતમ્ કાર્યક્રમ યોજશે.જે જોડાવા માટે નિ:શુલ્ક રજીસ્ટ્રેશન અનિવાર્ય છે.જ્યાં શરદ ઋતુમાં થવાવાળા રોગો તેમજ તેનાથી બચવા આહાર, વિહારનું વર્ણન કરવામાં આવશે.વેદોમાં સો વર્ષ જીવો તેવા નહિ, પરંતુ સો શરદ જીવો તેવા આશીર્વાદ આપવામાં આવ્યા છે. કારણ કે, શરદ ઋતુમાં જીવન સૌથી વધારે કઠિન છે.તેનું કારણ શરદ ઋતુમાં સ્વસ્થ વ્યક્તિને પણ રોગો થવાની અને રોગી વ્યક્તિને રોગ વધવાની તેમજ અસાધ્ય રોગોથી પીડિત વ્યક્તિઓને મૃત્યુ થવાની સંભાવના ખૂબ વધે છે.તેથી આયુર્વેદના ગ્રંથોમાં કહેવાયું છે કે, “રોગણાં શારદી માતા” એટ્લે કે રોગોની માતા શરદ ઋતુ છે.આ શરદ ઋતુ એટ્લે ભાદરવો અને આસો મહિનો.આ બે મહિનાને શરદ ઋતુ કહેવામાં આવે છે. આ ઋતુમાં પ્રકૃતિ પ્રમાણે પિત્તનો પ્રકોપ થાય છે. તેથી કહેવાયું છે કે “શરદ પિત્ત પ્રકૃપ્યતિ” શરદ ઋતુમાં પિત્તનો પ્રકોપ થવાથી એસિડિટી, ચામડીના રોગો, પાચનતંત્રની સમસ્યા બહેનોને માસિક સંબંધિત સમસ્યાઓ થાય છે, ત્યારે અનેક રોગો થયા પછી તેનો પ્રતિકાર કરવો ખૂબ જ અઘરો છે, તેથી તેનાથી બચવામાં જ સાર છે, ડહાપણ છે. 

શરદ ઋતુમાં પિત્ત ના રોગો થી બચવા શું કરવું? શું ખાવું? શું ધ્યાન રાખવું? ખાટાં-ખારા પદાર્થો ન ખાવા, શરદ ઋતુમાં પાણીનું પણ ખાસ ધાયન રાખવું કેમકે આ ઋતુમાં પાણીજન્ય રોગો પણ થાય છે, તેથી પાણી કેવું પીવું? કેટલું પીવું? શરદ ઋતુમાં દરરોજ કેવા નિર્દિશ ઔષધો લેવા? ઘરગથ્થુ મસાલાનો ઉપયોગ કેવી રીતે કરવો? બહેનોને માસિક સંબંધિત સમસ્યાઓથી બચવા શું કરવું? રક્ત વિકારો એટ્લે લોહીના બગાડથી થવાવાળા રોગોથી બચવા શું કરવું ? આ બધી જ જાણકારી આ આયુર્વેદના સેમિનારમાં આપવામાં આવશે, આ આયુર્વેદના સેમિનારમાં આપવામાં આવશે. આ સેમિનારથી ઋતુચર્યાનું જ્ઞાન થવાથી આપણે અનેક રોગોથી બચી જશું તેમજ, બીજાને પણ અનેક રોગોથી બચાવી શકીશું.તો ચાલો નિરોગી થવાની શરૂઆત કરીએ ગુરુકુલમ્ ને સંગ.આ કાર્યક્રમમાં આયુર્વેદના ક્ષેત્રમાં ૫૦ થી વધારે સંશોધનોનું કાર્ય કરતી તેમજ આયુર્વેદમાં અનેક એવોર્ડ પ્રાપ્ત કરેલ “સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્” સંસ્થાના સંચાલક વૈદ્ય મેહુલભાઈ આચાર્યજી દ્વારા શરદ ઋતુમાં થવાવાળા રોગો વિશે તેમજ ટન-મનને સ્વસ્થ રાખવા માટે ઋષિમુનિઓએ જણાવેલ આયુર્વેદના સિદ્ધાંતોની છણાવટ કરવામાં આવશે. આપે કલ્પ્યું પણ ના હોય તેવું આયુર્વેદનું જ્ઞાન આ કાર્યક્રમમાં આપવામાં આવશે, તો આપના પૂરા પરિવાર સાથે ખાસ આ કાર્યક્રમમાં પધારો.આ કાર્યક્રમમાં નિ:શુલ્ક રજીસ્ટ્રેશન કરવા માટે મો.૯૬૬૪૯ ૧૧૧૮૨,૮૧૪૦૧ ૪૦૦૧૪ ઉપર કોલ કરવો.






Latest News