મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

માળીયા (મિં.) ના વાધરવા નજીક ડબલ સવારી બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત: એકને ઇજા


SHARE







માળીયા (મિં.) ના વાધરવા નજીક ડબલ સવારી બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત: એકને ઇજા

માળીયા (મી)ના વાધરવા ગામથી ભીમસર ચોકડી તરફ જવાના રસ્તા ઉપર હોટલ રુદ્ર પ્લાઝાની સામેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઈક સ્લીપ થયું હતું જેથી અકસ્માતનો  બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં બાઇક ચલાવી રહેલ યુવાનને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું અને ઇજા પામેલા યુવાનને સારવારમાં લઈ ગયા હતા જે બનાવમાં ઇજા પામેલા યુવાનનું ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા (મી) તાલુકામાં અણીયારી ચોકડી પાસે આવેલ મામા લેમીનેટ નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ એમપીના રહેવાસી બબલેશ સિવરત રાવત (28) નામના યુવાને બાઈક ચાલક મૃતક વિકાસસેન રામજસસેન નાઈ (25) રહે.હાલ મામા લેમીનેટ કારખાનાની ઓરડીમાં અણીયારી પાસે માળિયા મૂળ રહે. એમપી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, માળિયા તાલુકાના વાધરવા ગામથી ભીમસર ચોકડી તરફ જવાના રસ્તા ઉપર હોટલ રુદ્ર પ્લાઝા પાસેથી આરોપીના હવાલા વાળા બાઇક નંબર જીજે 36 એએન 7461 માં ફરિયાદી તેની સાથે બેસીને જઈ રહ્યો હતો દરમિયાન બાઇક રસ્તા ઉપર સ્લીપ થવાના કારણે અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં બાઇક ચલાવી રહેલ યુવાનને માથા તથા શરીરે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નિપજ્યું હતું અને અકસ્માતમાં ઇજા પામેલ ઇજાગ્રસ્ત યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃત્યુ સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા દેવાયતભાઈ બીજલભાઈ મિયાત્રા નામનો 45 વર્ષનો યુવાન સાંજના ચારેક વાગ્યે ગામ પાસે આવેલ ગોપેશ્વર મહાદેવ મંદિર પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે વાહન સ્લીપ થતા તેને ઈજા પામેલ હાલતમાં અત્રે ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરી હતી.






Latest News