સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ચકચારી બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં પકડાયેલ આરોપી તલાટી મંત્રીના રેગ્યુલર જામીન માટેની અરજી રદ્દ


SHARE











મોરબી જિલ્લાના ચકચારી બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં પકડાયેલ આરોપી તલાટી મંત્રીના રેગ્યુલર જામીન માટેની અરજી રદ્દ

મોરબી જિલ્લાના ચકચારી બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં પકડાયેલા સરવડ ગામના તત્કાલીન તલાટી મંત્રી દ્વારા વકીલ મારફતે મોરબીની કોર્ટમાં જામીન માટે અરજી મૂકી હતી જેમાં સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ ધારદાર દલીલને ધ્યાને રાખીને કોર્ટે બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં પકડાયેલ તલાટી મંત્રીની જામીન અરજી રદ કરેલ છે

માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સરવડ ગામના વર્તમાન તલાટી મંત્રી દ્વારા બોગસ ખેડૂત ખાતેદાર મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનાની તપાસ હાલમાં રાજકોટ ગ્રામ્ય સીઆઇડીના પીઆઇ કે.કે.જાડેજા અને તેની ટીમ કરી રહી છે આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ ત્રણ આરોપીઓને પકડવામાં આવ્યા છે અને તેઓના રિમાન્ડ પુરા થતા તેને મોરબીની સબજેલ હવાલે કરવામાં આવેલ છે દરમ્યાન આ ગુનામાં પકડાયેલ સરવડ ગામના તત્કાલીન તલાટી મંત્રી ભરત ખોખર દ્વારા તેના વકીલ મારફતે મોરબીની કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી 

 

જેમાં તેને જણાવ્યુ હતું કે, અરજદારે મહેશભાઇ રાવલે સોગંદનામાં સાથે વારસાઈ આંબો લેવા માટે અરજી કરી હતી જેના આધારે પંચોની હાજરીમાં વારસાઈ આંબો બનાવી આપવામાં આવ્યો હતો જોકે ખોટા ખેડૂત ખાતેદાર બનવા માટે કે પછી જમીનની ખરીદીમાં અરજદારનો કોઈ રોલ નથી અને તેમના દ્વારા તા. 13/5/25 ના રોજ ટીડીઓ અને મામલતદારને અરજી કરીને તેમની સાથે ઠગાઈ કરી વારસાઈ આંબો મેળવ્યો હોવાની ફરિયાદ કરવા માટેની અરજી કરવામાં આવી હતી જેમાં અરજદારે જણાવ્યું હતું કે હળવદના ખોડ ગામે જમીન કૌભાંડ થયું છે અને ખોટો વારસાઈ આંબો તથા સોગંદનામુ મહેશભાઈ રાવલ દ્વારા રજૂ કરીને વરસદારોના નામ પોતાની હયાતીમાં રેવન્યુ રેકર્ડમાં ચડાવવામાં આવ્યા હતા. અને આ કામ માટે છેતરપિંડી કરીને વારસાઈ આંબો મેળવવામાં આવેલ છે.

જ્યારે સામા પક્ષેથી સરકારી વકીલ એન.ડી.કારીઆ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે તલાટી મંત્રી સરકારી કર્મચારી છે અને તેણે સત્તાનો દુરુપયોગ કરીને જે વારસાઇ આંબો બનાવ્યો હતો તેના આધારે બીજા ગુના થયા છે જેથી ગુનાના પાયોનીયર તરીકે તેને ગણી શકાય તેમ છે અને જો તેણે બોગસ વારસાઈ આંબો બનાવ્યો ન હોત તો બીજા ગુના ન બન્યા હોત. અને જે વારસાઈ આંબો બનાવ્યો હતો તેમાં જે પંચોની સહી છે તેનું 164 મુજબનું નિવેદન લેવામાં આવ્યું હતું જેમાં તેને જણાવ્યું હતું કે તેઓની હાજરીમાં વારસાઈ આંબમાં મહેશભાઈ રાવલના સ્વર્ગસ્થ પત્ની કોકીલાબેન તથા તેમના ત્રણ સંતાન ઉદયભાઇ, મયુરીબેન અને ધર્મિષ્ઠાબેનનું નામ હતું જોકે હંસાબેનનું નામ તેમાં પાછળથી ઉમેરવામાં આવ્યું હતું અને વારસાઈ આંબામાં છેકછાક કરવામાં આવી છે તે પણ જોઈ શકાય તેમ છે.

આ ગુનાની તપાસ દરમિયાન હાલના અરજદારના કુલ મળીને 72 જેટલા હસ્તાક્ષરોના સેમ્પલ લેવામાં આવેલ છે અને એફએસએલમાં મોકલીને તેની આગળની તપાસ કરવામાં આવી રહી છે અગાઉ આ કેસની તપાસ માળિયાના પીઆઈ કરતા હતા ત્યારબાદ બે ડીવાયએસપી દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી હતી અને હાલમાં સીઆઇડી દ્વારા આ કેસની તપાસ ચાલી રહી છે અને તેના ઉપર ગૃહ વિભાગનું સીધું મોનિટરિંગ છે. અને અરજદાર સરકારી કર્મચારી હોય આ કેસમાં તેની સિરિયસનેસ વધી જાય છે આમ સરકારી વકીલ તથા અરજદારના વકીલે કરેલ દલીલો તેમજ જુદીજુદી કોર્ટના ચુકાદાઓ રજૂ કરવામાં આવ્યા હતા તેને ધ્યાને લઈને મોરબીના એડિશનલ સેશન્સ જજ કે.આર. પંડયા  દ્વારા આરોપી ભરતભાઈ દેવજીભાઈ ખોખરના રેગ્યુલર જામીન માટેની અરજીને રદ કરવામાં આવેલ છે તેવી માહિતી મદદનીસ સરકારી વકીલ એન.ડી.કારીઆ પાસેથી જાણવા મળેલ છે.






Latest News