મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

માળીયા (મી) બોગસ ખેડૂત ખાતેદાર કાંડની તપાસનો રેલો હળવદ મામલતદાર કચેરીએ પહોચ્યો: રાજકોટ CID ની ટીમ વારસાઈની ઓરીજનલ નોંધ કબ્જે કરી


SHARE







માળીયા (મી) બોગસ ખેડૂત ખાતેદાર કાંડની તપાસનો રેલો હળવદ મામલતદાર કચેરીએ પહોચ્યો:  રાજકોટ CID ની ટીમ વારસાઈની ઓરીજનલ નોંધ કબ્જે કરી

માળીયા (મી) તાલુકાના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં પકડાયેલ આરોપી પત્રકાર અતુલ જોશીના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી કરીને હાલમાં રાજકોટ સીઆઇડીના પીઆઇ દ્વારા તપાસનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે અને હાલમાં આ તપાસનો રેલો હળવદ મામલતદાર કચેરી સુધી પહોચ્યો છે અને તપાસનીસ અધિકારીએ આરોપીને સાથે રાખીને હળવદ મામલતદાર કચેરીમાંથી બોગસ ખેડૂત ખાતેદાર બનવા માટે કરવામાં આવેલ વારસાઇની નોંધ સહિત કુલ મળીને ત્રણ મહત્વની નોંધની ઓરીજનલ ફાઇલ કબ્જે કરેલ છે તેવી માહિતી હળવદ મામલતદાર કચેરીમાંથી જાણવા મળી રહી છે.

માળિયા (મી)ના સરવડ ગામના હાલના તલાટી મંત્રીએ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશ પ્રભાશંકર રાવલ તથા બોગસ વારસાઈ આંબો બનાવનારબોગસ સોગંદનામુ બનાવનાર તથા બોગસ ખેડૂત ખાતેદાર બનેલ અને તેમાં મદદ કરનારની સામે ફરિયાદ કરી હતી જે ગુનાની તપાસ હાલમાં રાજકોટ ગ્રામ્ય સીઆઇડીના પીઆઇ કે.કે. જાડેજા ચલાવી રહ્યા છે અને આ ગુનામાં પહેલા જે બે આરોપીને પકડ્યા હતા તે બંને મોરબીની જેલમાં છે જો કે, છેલ્લે આ ગુનામાં તપાસનીસ અધિકારી પીઆઇ કે.કે.જાડેજા અને તેની ટિમ દ્વારા આરોપી તરીકે પત્રકાર અતુલ જોશીની ધરપકડ કરવામાં આવી હતી અને તે હાલમાં રિમાન્ડ ઉપર છે. જેથી આ ગુનાના મૂળ સુધી જવા માટે એક પછી એક કડી જોડાવા માટે તપાસ તજવીજ ચાલી રહી છે.

તેવામાં મળતી માહિતિ મુજબ તપાસનીસ અધિકારી ગુરુવારે આરોપી અતુલ જોશીને સાથે લઈને હળવદની મામલતદાર કચેરીએ પહોચ્યા હતા અને હળવદ તાલુકાનાં ખોડ ગામે આવેલ ખેતીની જમીનમાં પાડવામાં આવેલ જુદીજુદી ત્રણ નોંધની ઓરીજનલ ફાઈલને સીઆઇડીની ટીમ દ્વારા કબ્જે કરવામાં આવેલ છે અને આ અંગે વધુમાં હળવદ મામલતદાર કચેરીમાંથી મળતી માહિતી મુજબ હાલમાં જેની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી તે મૃતક મહેશભાઇ રાવલ અને તેના ભત્રીજા તેમજ ભત્રીજીના નામે ખેતીની જમીન ખોડ ગામે આવેલ હતી.જેમાં બોગસ વારસાઈ આંબો મેળવીને તેના આધારે જે મહિલા પોતાની દીકરી જ ન હતી તેને દીકરી તરીકે બતાવીને રેવન્યુ રેકર્ડમાં તે મહિલાને મૃતક મહેશભાઇ રાવલ દ્રારા વારસદાર બનાવમાં આવી હતી.તે અંગેની નોંધની ઓરીજનલ ફાઇલ પહેલા જ તપાસના કામે મેળવી લેવામાં આવી હતી અને સીઆઇડીની ટીમે વધુ ત્રણ નોંધની ઓરીજનલ ફાઈલોને આજે કબ્જે કરી છે. જેથી આરોપીના રિમાન્ડ દરમ્યાન હજુ પણ કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવે અને આ કૌભાંડમાં પણ અધિકારીની સંડોવણી સામે આવે તો નવાઈ નથી. તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.






Latest News