મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિધાલય શાળામાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો


SHARE







મોરબીની ભારતી વિધાલય શાળામાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ભારતી વિધાલયમાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવ્યો હતો આ કાર્યક્રમમાં શાળાના વિધાર્થીઓ દ્વારા કૃષ્ણ ભક્તિના ડાન્સ-નાટ્ય રજુ કરવામાં આવ્યા હતા તેમજ વાસુદેવ નાના બાલ ગોપાલને નંદ બાબાને ત્યાં મુકવા જાય તેવા દ્રશ્યો રજુ કરવામાં આવ્યા હતા શાળાના શિક્ષકોએ આવેલ કૃષ્ણ ભક્તોને કૃષ્ણના પ્રસંગો અને વિષ્ણુ ભગવાનના 10 અવતારની માહિતી પણ આપેલ હતી. તે સાથે શાળાના વિધાર્થીઓને સ્પર્ધાના ઇનામો પણ આપવામાં આવ્યા હતા આ મહોત્સવમાં બહેનો અને ભાઈઓ એમ બંને દ્વારા અલગ અલગ મટકી ફોડવામાં આવેલ અને ત્યાર બાદ દરેક લોકો રાસ ગરબા કરીને આ ઉત્સવની ઉજવણી કરેલ હતી અને અંતમાં શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતાએ આવેલ તમામ વાલી અને નાના કાનુડા અને રાધા બનેલ વિધાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને શાળા સંચાલક કૌશલભાઈ મહેતાએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ વિધાર્થી અને શિક્ષકગણને અભિનંદન આપેલ હતા






Latest News