મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની હાજરીમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીમાં રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની હાજરીમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો

દેશ સ્વતંત્રતાનાં 78 વર્ષ પૂર્ણ કરી રહ્યો છે. અને આવતીકાલે 79 મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવામાં આવશે. તે પહેલાં આજના દિવસને ભારતનું વિભાજન થયું હતું અને પાકિસ્તાનનો દુનિયાના નકશા ઉપર જન્મ થયો હતો જેથી વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસતરીકે આજના દિવસને ભાજપ દ્વારા મનાવવામાં આવે છે ત્યારે આજે રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની હાજરીમાં ભારતીઓએ કરેલા સંઘર્ષ અને બલિદાનને યાદ કરવા માટેનો કાર્યક્રમ યોજાયો.

ભારતના ભાગલા પડ્યા ત્યાર બાદ પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું હતું જો કે, 14 ઓગસ્ટ 1947 ના દિવસે ભારતીઓએ કરેલા સંઘર્ષ અને બલિદાનને યાદ કરવા માટે દેશભરમાં ભાજપ દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે. ત્યારે આજે મોરબીમાં મોરબી જિલ્લા ભાજપ દ્વારા રવાપર રોડે આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતા અને તેઓએ કહ્યું હતું કે, વર્ષ 2021 માં વડાપ્રધાન મોદીએ આ દિવસ મનાવવાની ઘોષણા કરી હતી. તેમણે ત્યારે કહ્યું હતું કે, “દેશના વિભાજનની પીડા ક્યારેય ભૂલાવી શકાય તેમ નથી. નફરત અને હિંસાના કારણે આપણા લાખો નાગરિકોએ વિસ્થાપિત થવું પડ્યું હતું અને કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા હતા. 

આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસે દેશના લોકો તે સમયે જે લોકોએ બલિદાન આપ્યા હતા તેને યાદ કરીને શ્રદ્ધાજલી આપી રહ્યા છે અને જેમણે અરાજકતાના એ માહોલ વચ્ચે પોતાના જીવ ગુમાવ્યા હતા. તેમની વેદનાને લોકો આજે પણ યાદ કરે છે ત્યારે કલ્પના માત્રથી તેઓના શરીરમાંથી કંપારી છૂટી જાય છે. અને બધી વાતો આજની યુવા પેઢી અને આવતી કાલના દેશના નાગરિકો જાણે તેના માટે દેશભરમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરેઘી, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા અને પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઇ મિયાત્રા અને કે.એસ. અમૃતિયા, માજી પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી શહેર ભાજપ પ્રમુખ રિશીપભાઈ કૈલા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને ભૂપતભાઇ જારીયા, તાલુકા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ વસાદડીયા દ્વારા કરવામાં આવ્યું હતું






Latest News