મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના જેપુર ગામે પૂર્વ સરપંચના ઘરમાં થયેલ ચોરીના ગુના વધુ એક રીઢો આરોપી પડકાયો


SHARE







મોરબીના જેપુર ગામે પૂર્વ સરપંચના ઘરમાં થયેલ ચોરીના ગુના વધુ એક રીઢો આરોપી પડકાયો

મોરબીના જેપુર ગામે 2024 ના મે માહિનામાં પૂર્વ સરપંચના ઘરમાં ચોરી કરવામાં આવી હતી અને તેના ઘરમાંથી રોકડા રૂપિયા તેમજ સોનાના દાગીના મળીને 9.62 લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં પોલીસે વધુ એક આરોપીને પકડીને હાલમાં રિમાન્ડ ઉપર લીધેલ છે.

મોરબીના જેપુર ગામમાં તા 21/5/24 ના રોજ રાત્રિના બે થી અઢી વાગ્યાના અરસમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ગામના પૂર્વ સરપંચના ઘરમાં ચોરી કરવામાં આવી હતી જેથી પૂર્વ સરપંચ કુંવરજીભાઈ મહાદેવભાઇ કાવઠીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી તેમાં જણાવ્યુ હતું કે, તેના ઘરમાંથી રોકડ રકમ આશરે ત્રણ લાખસોનાના બે ડોકીયા આશરે બે તોલા, સોનાની પાંચ જોડી બુટી, સોનાની 6 વીંટી, સોનાના 4 ચેઇન, સોનાની 4 બંગડી, સોનાનું કડુ, સોનાની 3 વીંટી અને સોનાનો એક ચેઇન આમ કુલ 9.62 લાખના મુદામાલની ચોરી કરવામાં આવી છે જે ગુનામાં પોલીસે પોલીસે આરોપી રેમસિંગ સોરેસિંગ શિંગાળની ધરપકડ કરી હતી અને બીજા આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં પોલીસે મોરબી તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ દ્વારા આરોપી ગૌરવ ઉર્ફે ગોરા ગજેન્દ્રભાઈ જૈન (30) રહે. ગોરી તાલુકા જોબટ અલીરાજપુર એમપી વાળાનો એમપી ખાતેથી ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જો લઈને ચોરીના આ ગુનામાં તેની ધરપકડ કરેલ છે અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આ આરોપી અગાઉ અનેક ગુનામાં પકડાયેલ હોવાનું પોલીસે જણાવ્યુ છે.






Latest News