મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત
Breaking news
Morbi Today

પ્રેરણાદાયી પહેલ: મોરબીના શનાળા ગામે કોરોના કાળમાં દીકરો ગુમાવનારા પિતાએ પુત્રવધુનું કર્યું કન્યાદાન


SHARE







પ્રેરણાદાયી પહેલ: મોરબીના શનાળા ગામે કોરોના કાળમાં દીકરો ગુમાવનારા પિતાએ પુત્રવધુનું કર્યું કન્યાદાન

મોરબીના શનાળા રહેતા પટેલ પરિવારમાં સસરાએ પુત્રવધૂ કર્યું કન્યાદાન... આ વાતને સાંભળીને જરા પણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે, કોરોના કાળમાં ઘણા બધા લોકોએ પોતાના સ્વજનને ગુમાવ્યા છે ત્યારે શનાળા ગામે રહેતા પટેલ પરિવારે તેનો જુવાનજોધ દીકરાને ગુમાવ્યો હતો ત્યારબાદ પુત્રવધૂને આજીવન હેરાન થવું ન પડે તે માટે સસરાએ તેની પુત્રવધુના લગ્ન કરાવવાનો સંકલ્પ કર્યો હતો અને સારા પાત્રની શોધ શરૂ કરી હતી અને આજે મહેન્દ્રનગર ગામે રહેતા યુવાનની સાથે પુત્રવધૂના લગ્ન કરાવ્યા છે અને આટલું જ નહીં પુત્રવધુ તેમજ પૌત્રી આજીવન હેરાન ન થાય તે માટે આર્થિક ફંડની વ્યવસ્થા પણ સસરાએ એક પિતા બનીને કરી આપેલ છે

કોરોના કાળ દરમિયાન ઘણા બધા પરિવારો વેરવિખેર થઈ ગયા છે ત્યારે ખાસ કરીને જો કોઈ પરિવારની અંદર ઘરના મોભી અથવા તો ઘરના કમાનાર વ્યક્તિ ઝપટે આવ્યા હોય તો તે પરિવાર આધાર વિહીન થઈ જતો હોય છે અને નિરાધાર બની જતો હોય છે આવી ઘટનાઓ ઘણી બધી જગ્યાએ બને છે તેવામાં મોરબીના શનાળા ગામે રહેતા નિવારુત નાયબ મામલતદાર નરભેરામભાઈ ગોવિંદભાઈ ફૂલતરિયાના દીકર નિપુલને કોરોના થયો હતો અને કોરોનમાં તેઓએ જુવાનજોધ દીકરાણે બીજી લહેરમાં ગુમાવ્યો હતો ત્યારબાદ તેની પુત્રવધૂ ચંદ્રિકા અને તેમની પૌત્રી દિશાલી આ બંનેની લાંબી જીંદગીને ધ્યાનમાં રાખીને ચંદ્રિકાના લગ્ન કરાવી આપવાનો મનમાં નિર્ધાર કર્યો હતો અને પૌત્રવધુ ચંદ્રિકાના પિતા બનીને નરભેરામભાઇએ તેના માટે સારા પાત્રની શોધ શરૂ કરી હતી

આ શોધના અંતે મોરબી નજીક મહેન્દ્રનગર ગામે રહેતા રેવાભાઇ કુંવરજીભાઈ બાપોદરિયાનો દીકરો જીતેન્દ્ર કે જેના પત્નીને કેન્સરની બીમારી હોવાથી તેનું મૃત્યુ નીપજયું હતું તેના સાથે ચંદ્રિકાનો સંબંધ નક્કી કરવામાં આવ્યો હતો અને તેમના લગ્ન પણ સમાજના આગેવાનો અને પરિવારના સભ્યોની હાજરીમાં કરાવી આપવામાં આવ્યા છે આટલું જ નહીં પરંતુ નરભેરામભાઇએ પુત્રવધુ ચંદ્રિકાબેન તેમજ પૌત્રી દિશાલીની લાંબી જિંદગીને ધ્યાનમાં રાખીને તે લોકોની સલામતી માટે બેન્કની આર્થિક રીઝર્વ ફંડ પણ મૂકી આપ્યું છે જે તેઓને ભવિષ્યમાં કામ આવશે અને આજીવન કયારે પણ ચંદ્રિકા તેમજ દિશાલીને જયારે પણ જરૂર પડે ત્યારે પિતા બનીને ઊભા રહેવાની તૈયારી નરભેરામભાઇએ દર્શાવી છે આ લગ્ન પ્રસંગ દરમિયાન મોરબી-માળિયા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના ડો. મનુભાઈ કૈલા, કમલેશભાઈ કૈલા અને મહેશભાઈ સાદરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને તેઓએ ફૂલતરિયા પરિવાર દ્વારા કરવામાં આવેલ પહેલને બિરદાવી હતી અને તેમાથી બીજા લોકોને પણ પ્રેરણા મળશે તેવી લાગણી વ્યક્ત કરી છે






Latest News