વાંકાનેરના વીડી જાંબુડીયા નજીકથી 1.950 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ: 1.22 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ગાળા ગામના પાટીયા પાસે કાર-ટ્રક વચ્ચે અકસ્માત થતાં દંપતી અને તેના બે સંતાનોને ઇજા મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા પંચાયતની જેતપર બેઠકના ૧૩ ગામની પંચાયતો સમરસ: ૧૦ માં ચૂંટણી


SHARE











મોરબી જીલ્લા પંચાયતની જેતપર બેઠકના ૧૩ ગામની પંચાયતો સમરસ: ૧૦ માં ચૂંટણી

મોરબી જીલ્લા પંચાયતની જેતપર બેઠક ઉપરથી ચૂંટાયેલા યુવાન આગેવાન અને જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયાએ જણાવ્યુ છે કે તેની બેઠકમાં આવતી પંચાયતોમાથી હાલમાં ૧૩ ગ્રામ પંચાયતો સમરસ થયેલ છે અને ૧૦ માં ચૂંટણી યોજવાની છે

મોરબી જીલ્લા પંચાયતની જેતપર બેઠક હેઠળ આવતા ૨૬ ગામોની પંચાયતોમાથી ૨૩ ગ્રામ પંચાયતમાં ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જેથી અજયભાઈ લોરિયાએ તેની બેઠકમાં આવતા ગામોમાથી વધુમાં વધુ ગામ સમરસ બને તે માટે કવાયત શરૂ કરી હતી જેના ફળ સ્વરૂપે ૨૩ ગ્રામ પંચાયત પૈકી ૧૩ ગ્રામ પંચાયત સમરસ બની ગયેલ છે અને આ તમામ પંચાયતોને બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયા દ્વારા અગાઉ કરવામાં આવેલ જાહેરાત મુજબ એક એક લાખ રૂપિયા આપવામાં આવસે જે ૧૩ ગ્રામ પંચાયત સમરસ થયેલ છે તેમાં નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, રવાપર (નદી) જુના સાદુળકા શક્તિનગર, વાઘપર, પીલુડી, બહાદુરગઢ, કૃષ્ણનગર, ભક્તિનગર, હરીપર (કે), અને ભરતનગરનો સમાવેશ થાય છે






Latest News