ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં દાંડિયા ક્લાસની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓના દૂષણને ડામવા શનિવારે રાતે જંગી જાહેર સભાનું પાટીદાર સમાજ દ્વારા આયોજન


SHARE







મોરબીમાં દાંડિયા ક્લાસની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓના દૂષણને ડામવા શનિવારે રાતે જંગી જાહેર સભાનું પાટીદાર સમાજ દ્વારા આયોજન

મોરબીમાં જુદા જુદા સ્થળ ઉપર નવરાત્રી દરમિયાન દાંડિયા રાસમાં અવનવા સ્ટેપ રજૂ કરી શકાય તે માટે થઈને હાલમાં ખાનગી દાંડિયા કલાસીસ શરૂ કરી દેવામાં આવેલ છે અને દાંડિયા ક્લાસની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ વિશે મોરબી જિલ્લાના પાટીદાર સમાજના અગ્રણીઓને ફરિયાદો મળી હતી તેને લઈને દાંડિયા ક્લાસ બંધ કરવા માટે થઈને પ્રયાસ કરવામાં આવ્યું હતું જો કે, હજુ પણ દાંડિયા કલાસ ચાલુ છે જેથી કરીને શનિવારે મોરબીમાં રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટ ખાતે પાટીદાર સમાજની જાહેર સભા સભાનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને મોરબીમાં પાટીદાર સમાજના આગેવાન મનોજભાઈ પનારાની પત્રકાર પરિષદ યોજાઇ હતી

મોરબી પાટીદાર સમાજના યુવા આગેવાન મનોજભાઈ પનારાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, નવરાત્રીને હજુ ઘણો સમય બાકી છે ત્યા ત્રણ મહિના પહેલાથી ડિસ્કો દાંડિયા ક્લાસ શરૂ કરી દેવામાં આવે છે અને તેમાં અનૈતિક પ્રવૃત્તિઓ થતી હોવાની ફરિયાદો મળી હતી અને આટલું જ નહીં બહેન દીકરીઓને દાંડિયા રાસની આડમાં ફસાવવામાં આવે છે અને ત્યાર બાદ તેની જિંદગી બરબાદ થઈ જતી હોય છે જેથી દાંડિયા ક્લાસની આડમાં ચાલતી આવી પ્રવૃત્તિઓને ડામવા માટે થઈને પાટીદાર સમાજ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને દાંડિયા કલાસની આડમાં રોમિયોગીરી કરતા શખ્સોને ડામવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે.

વધુમાં તેઓએ કહ્યું હતું કે, રાસ ગરબાની મૂળ પરંપરાનો કોઈ પણ પ્રકારનો વિરોધ નથી પરંતુ હિન્દી ફિલ્મના ગીતના તાલે ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં ભારતીય સંસ્કૃતિની ધરોહરને ખતમ કરવા માટેના પ્રયાસો કરવામાં આવે છે ત્યારે મોરબીની જનતા અને પાટીદાર સમાજને સાથે રાખીને શનિવારે મોરબીમાં રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટ શોપિંગ સેન્ટર ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ખાસ કરીને દાંડિયા ક્લાસીસની આડમાં જે પ્રવૃત્તિઓ થાય છે તેની સમાજમાં કેવી વિપરીત અસરો થતી હોય છે તેની ચર્ચાઓ કરવામાં આવશે. 

વધુમાં મનોજભાઈએ કહ્યું હતું કે, મોરબી પાટીદાર સમાજના આગેવાનો જ્યારે બે દિવસ પહેલા દાંડિયા ક્લાસીસના સંચાલકો પાસે ગયા હતા અને તેઓના દાંડિયા ક્લાસ બંધ કરવા માટે થઈને કહેવામાં આવ્યું હતું ત્યારબાદ દાંડિયા ક્લાસીસના સંચાલકોએ એસપી, કલેકટર વિગેરેને લેખિતમાં અરજી આપેલ છે અને જેમાં આવારા તત્વો અમારા ક્લાસીસમાં આવ્યા હતા અને તોડફોડ કરી હતી તેવું લખવામાં આવ્યું છે જો કે, જે લોકો દાંડિયા ક્લાસીસમાં ગયા હતા તે એક નહીં પરંતુ ચાર થી પાંચ કારખાનાના માલિક હોય તેવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હતા અને દૂષણને ડામવા માટે દાંડિયા કલાસિસ બંધ કરવા માટે ગયા હતા અને તે લોકોને સમજાવવા માટે ગયા હતા નહીં કે ત્યાં તોડફોડ કરવા માટે. જેથી શનિવારે તા. 2 ના રોજ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીની જુદી જુદી 40 જેટલી સંસ્થાના આગેવાનો, રાજકીય અને સામાજિક આગેવાનો તથા ઉદ્યોગકારો સહિતના લોકો હાજર રહેવાના છે ત્યારે મોરબીના લોકોએ આ જાહેર સભામાં હાજર રહેવા માટે થઈને મનોજભાઈ પનારઆહવાન કર્યું છે.






Latest News