મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં એન્ટિક સીરામીકથી લખધીરપુર સુધીનો રસ્તો વન વે કરાયો


SHARE







મોરબીમાં એન્ટિક સીરામીકથી લખધીરપુર સુધીનો રસ્તો વન વે કરાયો

મોરબી મોરબી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના નેશનલ હાઇવે થી લખધીરપુર-કાલિકાનગર-નીચી માંડલ રસ્તાનું કામ હાલ પ્રગતિ હેઠળ છે. રસ્તાનો સિમેન્ટ કોંક્રેટનો ક્યોરીંગ પિરિયડ પૂરો ન થાય ત્યાં સુધી વાહન ચલાવી શકાય તેમ ન હોવાથી આ રસ્તો વન વે કરવો જરૂરી છે. જેથી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા મોરબી-લખધીરપુર-નીચી માંડલ રોડમાં એન્ટિક સીરામીક (કેનાલ ક્રોસિંગ) થી લખધીરપુર સુધીના રસ્તાને વન વે કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર નેશનલ હાઇવે થી લખધીરપુર ગામ તરફ જવા માટે મુખ્ય માર્ગ પર આવેલ કેનાલ ક્રોસિંગ (એન્ટિક સીરામીક પાસે)ના ડાબી સાઈડના સર્વિસ રોડ ઉપર થઈને લેક્સેસ ગ્રેનાઈટો થઈ લખધીરપુર ગામ તરફ જવા વન-વે માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. લખધીરપુર ગામથી નેશનલ હાઇવે તરફ જવા માટે લખધીરપુર ગામથી નેશનલ હાઇવેના મુખ્ય માર્ગ પર લખધીરપુર ગામથી સોરીસો ચોકડી થઈ ત્યારબાદ એન્ટિક સીરામીક સુધી વન-વે માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.લાયક્રોસ સીરામીકથી સોરીસો ચોકડીવાળા વચ્ચેના માર્ગ પર જવા માટે મુખ્ય માર્ગ પર આવેલ કેનાલ ક્રોસિંગ (એન્ટિક સીરામીક પાસે)ના ડાબી સાઈડના સર્વિસ રોડ ઉપર થઈ લાયક્રોસ સીરામીક થી સોરીસો ચોકડી તરફ જવા માટે વન-વે માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએથી પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઈઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે.






Latest News