મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના લખધીરગઢ-અમરાપર ગામે વૃક્ષારોપણના કાર્યક્રમો જિલ્લા માહિતી અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયા


SHARE







ટંકારા તાલુકાના લખધીરગઢ-અમરાપર ગામે વૃક્ષારોપણના કાર્યક્રમો જિલ્લા માહિતી અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયા

મોરબી જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ આયોજનબધ્ધ રીતે વૃક્ષારોપણ અને સામાજિક વનીકરણ થાય અને વૃક્ષોની જાળવણી થાય તે માટે જિલ્લાના ૧૬૦ જેટલા અધિકારીઓને વિવિધ ગામોની જવાબદારીઓ સોપવામાં જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ દ્વારા સોંપવામાં આવી છે. આ વૃક્ષારોપણમાં વધુને વધુ જનભાગીદારી થાય તથા સધન ઝુંબેશ થાય તેવા પ્રયાસ થઇ રહયા છે. મનરેગા યોજના અન્વયે વનીકરણ થાય તેવી કામગીરી થઇ રહી છે.

આ ઝુંબેશના ભાગરૂપે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લખધીરગઢ અને  અમરાપર ગામે વૃક્ષારોપણના કાર્યક્રમો જિલ્લા માહિતી અધિકારીશ્રી પારૂલ આડેસરાના માર્ગદર્શન હેઠળ યોજાયા હતા. લખધીરગઢ ગામના બગીચામાં ૩૦ વૃક્ષો અને સ્મશનામાં ૨૦ વૃક્ષો મળી કુલ ૫૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ હતું. આ તકે સહાયક માહિતી નિયામક પારૂલ આડેસરા, તલાટી સરલાબેન ભાગિયા, સરપંચ મનોજભાઇ વ્યાસ, આગેવાન અમરશીભાઇ ભાગિયા, કેમેરામેન પ્રવીણભાઇ સનાળિયા, જયેશભાઇ વ્યાસ વગેરે ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરી વૃક્ષોના જતનના શપથ લીધા હતા. ટંકારાની નર્સરીમાંથી રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી કે.એમ. જાની દ્વારા રોપાઓનું વિતરણ થયુ હતું. અને અમરાપર ગામમાં સો જેટલા વૃક્ષોનું વાવેતર કબ્રસ્તાન અને સ્મશાન ખાતે કરવામાં આવ્યુ હતુ. આ તકે સરપંચ દિનશાનાબાનુ બાદી, ઉપસરપંચ હિતેશભાઇ મકવાણા, તલાટી વિશાલ સેરસિયા વગેરે ઉપસ્થિત રહયા હતા. રાજાવડ ગામે વૃક્ષારોપણ ઝુંબેશનો પ્રારંભ કરાશે. જેમાં ગામના આગેવાન ધર્મેન્દ્રભાઇ ભટાસણા, હિરાભાઇ વાલજીભાઇ, તલાટી અંબારામ દેત્રોજા જહેમત ઉઠાવી રહયા છે.






Latest News