મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત


SHARE







મોરબીના લાલપર ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામ પાસેથી યુવાનની તબિયત સારી ન હોવાથી તેના માતા પિતા તેને સારવાર માટે લઈ જતાં હતા તેવામાં તે યુવાન દોડીને નેશનલ હાઇવે ઉપર આવી ગયો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા તે યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી તે બેભાન થઈ ગયો હતો અને તેને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યારે ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

જાણવા મળતી માહિતી મુજબ મૂળ જામકંડોરણા તાલુકાના સાતુદડ ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં તાજ નળીયાના કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા માવજીભાઈ જીવાભાઈ વેગડા (58)એ અજાણ્યા વાહન ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યુ છે કે તેઓ પોતાના પત્ની પાલુબેનની સાથે તેના દીકરા વિજય (25)ની તબિયત સારી ન હોવાથી દવાખાને જઈ રહ્યા હતા અને વાહનની રાહ જોઈ રહ્યા હતા દરમિયાન તેમનો દીકરો વિજય વેગડા લાલપર ખાતે આવેલ શ્યામ હોટલ સામે વાંકાનેર મોરબી હાઇવે રોડ ઉપર દોડીને જતો રહ્યો હતો અને ત્યારે તેના દીકરાને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ફરિયાદીના દીકરાને માથા, પગ અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તે બેભાન થઈ ગયો હતો અને ત્યારબાદ તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ હાથ ધરી છે અને વધુ તપાસ પીએસઆઇ બી.એમ બગડા ચલાવી રહ્યા છે






Latest News