મોરબીમાં શ્વાસની બીમારી સબબ સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત થતા ચાર સંતાનોએ છત્રછાંયા ગુમાવી
મોરબી અને વિસાવદરના ધારાસભ્ય તેઓના આકાને પૂછ્યા વગર બાથરૂમ પણ ન જઈ શકે, ચેલેન્જ આપવી હોય તો ગુંડાગર્દી ડામવાની અને નર્કાગાર સ્થિતિ સુધારવાની આપો: લલિતભાઈ કાગથરા
SHARE









મોરબી અને વિસાવદરના ધારાસભ્ય તેઓના આકાને પૂછ્યા વગર બાથરૂમ પણ ન જઈ શકે, ચેલેન્જ આપવી હોય તો ગુંડાગર્દી ડામવાની અને નર્કાગાર સ્થિતિ સુધારવાની આપો: લલિતભાઈ કાગથરા
મોરબી શહેરની પરિસ્થિતિ હાલમાં નર્કાગાર સમાન બની ગઈ છે અને લોકો સ્વયંભૂ રીતે રસ્તા ઉપર આવીને પ્રાથમિક સુવિધા માટે ચક્કાજામ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસે લોકોની સાથે ઊભા રહીને લોકોની સુવિધા માટે આગામી સોમવારે મહાપાલીકાનો ઘેરાવ કરવા નું એલાન કર્યું છે તે સંદર્ભે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની મોરબીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી અને તેમાં ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર મોરબી અને વિસાવદરના ધારાસભ્યની જે ચેલેન્જ ની વાતો થઈ રહી છે તે મુદ્દે પણ આકરા પ્રહારો કર્યા હતા અને ચેલેન્જ આપવી હોય તો ગુંડાગર્દી ડામવાની અને નર્કાગાર પરિસ્થિતિમાંથી લોકોને બહાર કાઢવાની ચેલેન્જ આપો તેવી પણ ટકોર કરી હતી.
મોરબીમાં છેલ્લા ચાર પાંચ દિવસથી જુદા જુદા વિસ્તારમાં લોકો પ્રાથમિક સુવિધા માટે રસ્તા ઉપર આવીને ચક્કાજામ કરી રહ્યા હતા જેથી કરીને આજે મોરબીના સનાડા રોડ ઉપર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ટંકારા પડધરીને ધારાસભ્ય લલીતભાઈ કાગથરાની પત્રકાર પરિષદ યોજાઇ હતી અને તેમણે ભાજપને આડે હાથે લેતા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે પાલિકામાં વર્ષો સુધી ભાજપએ શાસન કર્યું છે તેમ છતાં પણ આજની તારીખે લોકોને પ્રાથમિક સુવિધા માટે રસ્તા ઉપર આવવું પડે, થાળી વગાડવી પડે આવી દુર્દશા મોરબીની થઈ ગઈ છે જેથી કરીને કોંગ્રેસની આગેવાની હેઠળ આવતા સોમવારે સ્થાનિક લોકોને સાથે રાખીને મહાપાલિકાનો ઘેરાવ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકો વધુમાં વધુ સંખ્યામાં જોડાઈ તેવું આહવાન કર્યું હતું. વધુમાં લલીતભાઈ કહ્યું હતું કે મોરબીના લોકોએ કાંતિભાઈ અમૃતિયાની ફાંદ ફાટી જાય તેટલા મત તેઓને આપ્યા હતા ત્યારે હવે ચેલેન્જ આપવાની નહીં પરંતુ લોકોને કામ કરવાની જરૂર છે મોરબીની આસપાસના વિસ્તારમાં આડેધડ બાંધકામાના કારણે વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે જેથી મોરબી નર્કાગાર જેવી પરિસ્થિતિમાં ફેરવાઈ ગયું છે ત્યારે વર્ષોથી મોરબીને પેરિસ બનાવવાની વાતો કરનારા લોકો પહેલા મોરબીને નર્કાગાર પરિસ્થિતિમાંથી બહાર કાઢે તે માટે તેને કોંગ્રેસ દ્વારા મહાપાલીકાનો ઘેરાવ કરવામાં આવશે અને અંતમાં છેલ્લા દિવસોથી મોરબી અને વિસાવદરના ધારાસભ્ય રાજીનામાં મૂકવાની અને ચૂંટણી લડવાની એકબીજાને ચેલેન્જ આપી રહ્યા છે તેનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે બંને રાષ્ટ્રીય પક્ષના જવાબદાર ધારાસભ્યો છે અને તેઓને લોકોએ મત આપીને ચુંટી કાઢ્યા છે. આ લોકો પોતાના આકાઓને પૂછ્યા વગર કોઈ કામ કરી શકતા નથી ત્યારે એકબીજાને ચેલેન્જ આપવાના અને લોકોને ગુમરાહ કરવાના કામ બંધ કરીને ગુંડાગર્દી ડામવા અને નર્કાગાર પરિસ્થિતિમાંથી તેઓના મત વિસ્તારના લોકોને બહાર કાઢવા માટે કામ કરે તેવી પણ ટકોર કરી હતી.

