મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્વાસની બીમારી સબબ સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત થતા ચાર સંતાનોએ છત્રછાંયા ગુમાવી


SHARE









મોરબીમાં શ્વાસની બીમારી સબબ સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત થતા ચાર સંતાનોએ છત્રછાંયા ગુમાવી

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા માટેલ ગામ નજીક મજુરીકામ કરતા મૂળ મધ્યપ્રદેશના યુવાનને શ્વાસની બીમારી હોય સારવારમાં દાખલ કરાયો હતો અને ટૂંકી સારવાર દરમિયાન તે યુવાનું મોત નિપજેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના માટેલ પાસે આવેલ સનરે સિરામિકની સામેના ભાગે ભવાની કાંટાવાળી શેરીમાં આવેલા સતાધાર મીનરસ ખાતે મજૂરી કામ કરતા અને ત્યાં નજીકમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના નવલિયાભાઈ વાસ્કેલા નામના ૩૮ વર્ષના યુવાનને ગઈકાલ તા.૧૧-૭ ના શ્વાસની બીમારી સબબ બપોરના ૨:૩૦ વાગ્યાના અરસામાં સારવાર માટે અત્રેની ખાનગી શુભ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.અહીં તેનું સારવાર દરમિયાન રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં તેનું મોત નિપજયુ હતુ.મોતનું ખરું કારણ જાણવા માટે તેના પીએમ સહિતની આગળની વિધિ કરવામાં આવી હતી.જે અંગે પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના એસ.કે.બાલાસરાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

સિપાઈવાસ મારામારી

મોરબીના સિપાઈવાસ વિસ્તારમાં આવેલ માતમ ચોક નજીક મારામારીનો બનાવ બન્યો હતો.સામસામે મારામારીના આ બનાવમાં રોશનબેન સોયેબ કુરેશી (૩૨), રોશનબેન ગુલામહુશેન જિંદાણી (૩૮) તથા સામેના પક્ષેથી તરંનુમબેન વલીમામદ જિંદાણી (૨૩), ઝુબેદાબેન વલીમામદ જિંદાણી (૫૨) અને નઝમાબેન અસ્લમભાઈ જિંદાણી (૪૫) રહે. બધા સિપાઈવાસ ને ઇજા થતા સિવિલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.
દવા પી જતા સારવારમાં

જામનગરના જોડિયા તાલુકાના અંબાલા ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારના દક્ષાબેન અર્જુનભાઈ સંગોડ નામની ૨૦ વર્ષની યુવતી કોઈ કારણોસર ઘાસમાં છાંટવાની દવા પી ગયેલ હોય તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવની જોડિયા પોલીસને જાણ કરી હતી.જ્યારે હળવદના ગોલાસણ ગામના રાજુભાઈ હેમુભાઈ કોળી નામના ૨૦ વર્ષના યુવાનને અકસ્માત બનાવમાં ઈજા થતાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો તે ગોલાસણ અને રાણેકપર વચ્ચેથી બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં અજાણી રિક્ષાના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત બનાવ બન્યો હતો.

ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા સારવારમાં

મોરબી સામાકાંઠે ઉમા ટાઉનશીપ પાસે આવેલ વિદ્યુતનગરમાં રહેતા રંજનબેન બાબુભાઈ દેવાતકા નામના ૫૦ વર્ષીય મહિલાને ઘરે ઇલેક્ટ્રિશોટ લાગતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે માળીયા હાઇવે પાટીદાર ટાઉનશીપ પાસે બાઇક આડે અચાનક આખલો આવી જતા ઋત્વિક પ્રવીણભાઈ (૨૩) રહે.બોરડી સમઢીયાળા જી.રાજકોટ ને ઇજા થતા શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના ઘુંટું ગામે આવેલ એવન્યુ પેપર મિલમાં કામ દરમિયાન ડાબો હાથ મશીનમાં આવી જતા સૌરભ રાકેશભાઈ અહિરવાલ (૧૯) ને પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમ પોલીસે જણાવ્યું હતુ.






Latest News