હવે રો-મટીરીયલના સપ્લાયરો મેદાનમાં: મોરબીના સિરામિક કારખાનાઓમા ફસાયેલા નાણાં કઢાવવા માટે બાકીદારોની યાદી બનાવીને સીટને અપાશે મોરબી ઈન્ચાર્જ કલેક્ટર જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલનની બેઠક યોજાઈ મોરબીમાં સ્વ.જેઠાભાઈ પારેઘીની પ્રથમ પુણ્યતિથિએ રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં વાવડી રોડે આવેલ પીએચસીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબી: આગામી ૨૧ થી ૨૫ જુલાઈ દરમિયાન ૩૫ ગામોમાં નાણાકીય સમાવેશ અભિયાન અંતર્ગત કેમ્પ યોજાશે મોરબીમાં CONCOR નું નવા ગતિ-શક્તિ કાર્ગો ટર્મિનલ કાર્યરત થવા તૈયાર: સ્થાનિક ઉદ્યોગોકારો સાથે મિટિંગ યોજાઇ મોરબી ગાયત્રી પરીવાર દ્વારા ઉમા વિદ્યા સંકુલ ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી ખાતે સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શાળાના 236 બાળકોને દાતાઓના સહયોગથી સ્કૂલબેગ અર્પણ
Breaking news
Morbi Today

મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો


SHARE

















મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો

મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જિલ્લા આંકડા અધિકારી એસ.એચ. પટેલ, આઇ.ટી.આઈ. મોરબીના લેક્ચરર કે.એમ.ભાલોડિયા અને આકાશભાઈ પટેલ, રમેશભાઈ હુંબલ, જતિનભાઈ વામજા સહિતના હાજર રહ્યા હતા અને આંગણવાડી, બાલવાટિકા તથા ધો.1 માં બાળકોને શૈક્ષણિક કિટ અર્પણ કરીને શાળા પ્રવેશ કરાવ્યો હતો. તેમજ ગત વર્ષમાં ધો. 3 થી 8 માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ 22 વિદ્યાર્થીઓ અને જુદીજુદી પરીક્ષામાં મેરીટમાં સ્થાન પામેલ અને પાસ થયેલ વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર અને પ્રોત્સાહક પુરસ્કાર આપીને સન્માન કર્યું હતું. અને શિલ્ડના દાતા Q.MAT સિરામિકના ચિરાગભાઈ પ્રાણજીવનભાઈ ગામી, લંચબૉકસના દાતા વિનુભાઈ ગોવિંદભાઈ સનાળિયા, નોટબુક અને બોલપેનના દાતા સંજયભાઈ પરમાર તેમજ મિલનભાઈ કુંભરવાડિયાનું શાલ ઓઢાડી શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થિનીઓ તન્વી બરાસરા અને રિંકુ ગઢવીએ કર્યું હતું. અને કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય જલ્પેશભાઈ વાઘેલા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News