મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું


SHARE







મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું

મોરબી મનપા દ્વારા છેલ્લા બે દિવસથી જોખમી અને જર્જરિત બિલ્ડીંગોના વીજ જોડાણ કટ્ટ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે દરમ્યાન મોરબીના રવાપર રોડે આવેલ વ્રજ વાટિકા નામની બિલ્ડિંગનું વીજ જોડાણ કટ્ટ કર્યું હતું જેથી આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો અને હાઇકોર્ટે અરજન્ટ સુનાવણી કરીને વ્રજવાટિકા બિલ્ડિંગનું વીજ જોડાણ ત્વરિત આપવા માટેનો આદેશ કર્યો હતો. જેથી હાઇકોર્ટના આદેશના પગલે તાત્કાલિક વીજ જોડાણ આપવામાં આવ્યું હતું

મોરબીના રવાપર રોડે આવેલ વ્રજ વાટિકા બિલ્ડીંગ જર્જરિત અને જોખમી હોવાથી મનપા દ્વારા તા. 24 જૂનના રોજ પીજીવીસીએલ મારફતે વીજ કનેક્શન કાપી નાખવામાં આવાયું હતું જેથી એપાર્ટમેન્ટમાં રહેતા લોકો હેરાન થઈ ગયા હતા જો કે, મનપા દ્વારા વ્રજ વાટિકા એપાર્ટમેન્ટને રીપેર કરવા માટે 2 જૂનના રોજ નોટિસ આપવામાં આવી હતી અને એક મહિનાની મુદત આપવામાં આવી હતી જે મુદત પૂરી થઈ નથી ત્યાં વીજ કનેક્શન કટ કરાવ્યુ હતું જેથી મનપાએ પોતાના જ આદેશ અને સૂચનાનો ભંગ કર્યો હતો જેથી મામલો હાઇકોર્ટમાં પહોચ્યો હતો અને હાઇકોર્ટમાં જજ મૌના એમ. ભટ્ટની કોર્ટમાં કેસનું અરજન્ટ હીયરીંગ કરવામાં આવ્યું હતું જેમાં હાઇકોર્ટે મનપાના અધિકારી અને સીટી ઇજનેરે પોતાના જ હુકમનો ભંગ કરી મુદત પુરી ન થઇ હોવા છતાં બીજી નોટિસ આપી વીજ પુરવઠો કટ્ટ કરાવી નાખવાની બાબતને ગંભીરતાથી લીધેલ હતી અને મનપાના સત્તાધીશોને સત્વરે વીજ પુરવઠો ચાલુ કરવા આદેશ કર્યો હતો તેમજ આ કેસની વધુ સુનાવણી 9 જુલાઈ ના રોજ રાખવામા આવેલ છે. હાલમાં હાઇકોર્ટના આદેશ બાદ વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો છે.






Latest News