મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિકનું કાલે ઉદ્ઘાટન


SHARE







મોરબીમાં આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિકનું કાલે ઉદ્ઘાટન

મોરબી શહેરમાં આરોગ્યસેવાના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલરૂપે, શ્રી વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ કાર્યરત શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિકનું કાલે તા. 27 જૂનના રોજ સવારે 9 કલાકે ઉદ્ઘાટન કરવામા આવશે.

તકે મુખ્ય અતિથિ તરીકે ડૉ.જયંતિભાઈ ભાડેસિઆ (RSS પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક) ઉપસ્થિત રહેશે. તે ઉપરાંત ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરિયા તેમજ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા હાજરી આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટ્રસ્ટ આધારિત ક્લિનિકનો હેતુ શહેરના નાગરિકોને ગુણવત્તાયુક્ત અને વ્યાવસાયિક સારવાર સગવડયુક્ત અને વાજબી દરે ઉપલબ્ધ કરાવવાનો છે. અહીં નસ, સાંધા, પીઠ અને સ્નાયુના દુખાવા માટે સારવાર તેમજ EMG, NCV અને PFT ટેસ્ટ જેવી તપાસની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

ક્લિનિક સોમવારથી શનિવાર, સવારે 9 થી બપોરે 1 અને સાંજે 4 થી રાત્રે 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે. અને તેનું સ્થળ શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક, ત્રીજો માળ, નિલકંઠ પ્લાઝા-2, નાની કેનાલ રોડ, સનરાઈઝ વિલા પાસે, મોરબી. રહેશે. જેથી મોરબી શહેરના તમામ નાગરિકોને ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાની આયોજકોએ આમંત્રણ આપેલ છે. અને વધુ માહિતી માટે મો. 9512410099 પર સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News