મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં વી.સી. હાઈસ્કૂલ પાસેથી સગીરાનું અપહરણ


SHARE







મોરબીમાં વી.સી. હાઈસ્કૂલ પાસેથી સગીરાનું અપહરણ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનું કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે જેથી ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને સગીરાને શોધવા માટે થઈને જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા યુવાને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ગત તા. 23/6 ના સવારે 7:30 વાગ્યાના અરસામાં મોરબીમાં વીસી હાઇસ્કુલ પાસેથી ફરિયાદીની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે અને તેનો કોઈ જગ્યાએથી પતો લાગ્યો નથી જેથી હાલમાં ગુમ થયેલ સગીરાના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે અપહરણનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે કરવી તજવીજ શરૂ કરે છે

આધેડ સારવારમાં

મોરબીમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં રહેતા ધનજીભાઈ શંકરભાઈ દેવીપુજક (50) નામના આધેડને તેના દીકરાએ ધોકા વડે માર્યો હતો જેથી ઈજા પામેલા આધેડને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી છે

વૃદ્ધા સારવારમાં

મોરબીની નિત્યાનંદ સોસાયટીમાં રહેતા લીલાબેન ચંદુભાઈ બારડ (72) નામના વૃદ્ધા તેના દીકરાના બાઈકમાં બેસીને મોરબીમાં આવેલ ઋષિકેશ વિદ્યાલય પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો તે બનાવમાં ઈજા પામેલ વૃદ્ધાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના શોભેશ્વર રોડ ઉપર રહેતા મુકેશભાઈ રાણીયાનો 15 વર્ષનો દીકરો સંજય તેના ફૈબાના દીકરાના બાઈકમાં પાછળના ભાગે બેસીને શોભેશ્વર રોડ ઉપરથી ઘુટુ રોડ ઉપર જવાના રસ્તા ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે અકસ્માતે બાઇક સ્લીપ થયું હતું જેથી સંજયને ઈજા થઈ હતી અને તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News