મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે જાહેરમાં માથાકૂટ કરનાર દંપતિ સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે જાહેરમાં માથાકૂટ કરનાર દંપતિ સામે ગુનો નોંધાયો

મોરબીના સરદારબાગ પાસે ટ્રાફિક બ્રિગેડના જવાનને માર મારતા હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં બે દિવસ પહેલા વાયરલ થયો હતો જે બાબતે હાલમાં ત્યાં ફ્રુટની લારી રાખીને વેપાર કરતા શખ્સને લારી હટાવવા માટે કહ્યું હતું જે બાબતે દંપતીએ ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે માથાકૂટ કરીને માર માર્યો હતો જેથી ટ્રાફિક બ્રિગેડના યુવાને હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે દંપતી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમાં નગર દરવાજા પાસે આવેલ ગામોટ શેરીમાં રહેતા અને ટ્રાફિક બિગેડમાં ફરજ બજાવતા રાજભાઈ દીપકભાઈ ગોહિલ (26)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દેવા વિકાણી તથા તેના પત્નીની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે મોરબીમાં સનાળા રોડ પર સરદાર બાગના ગેટ પાસે આરોપીએ ફ્રુટની લારી રાખી હતી જે લોકોને અડચણરૂપ થાય તે રીતે મૂકી હતી જેથી કરીને લારી રાખીને વેપાર કરતા શખ્સને તેની ફૂટની લારી ત્યાંથી દૂર કરવા માટે થઈને ફરિયાદીએ કહ્યું હતું જે તેઓને સારું નહીં લાગતા દંપતીએ ટ્રાફિક બ્રિગેડના જવાનને ગાળો આપી હતી અને ઝપાઝપી કરીને ઢીકાપાટુનો મારમારીને ટીશર્ટ ફાડી નાખ્યું હતું જે બાબતે ટ્રાફિક બ્રિગેડના જવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરામાં ચાર ગોડાઉન પાસે રહેતા બસીરભાઈ મહમદભાઈ સંવાણી (31) નામના યુવાનને ઘરે ઝઘડો અને મારામારીના બનાવવામાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આધેડ સારવારમાં

મોરબીના બેલા ગામે રહેતા હીરાભાઈ કાનાભાઈ પરમાર (56) નામના આધેડ બાઈકમાં પાછળના ભાગે બેસીને બાલમંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કૂતરું બાઈકની આડે આવ્યું હતું જેથી બાઇક સ્લીપ થયું હતું અને આધેડને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબીના નવા જાંબુડીયા ગામે રહેતા વહાણ બીપીનભાઈ વીજવાડીયા (26) નામનો યુવાન ગ્રામ પંચાયત પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ઇજા થવાથી તેને સારવાર માટે મોરબીની અપેક્ષા હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News