મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં દીકરી મોબાઇલમાંથી અજાણ્યા લોકોને ફોન કરી દેતા પત્ની સાથે થયેલ બોલાચાલીનું લાગી આવતા યુવાને કર્યો આપઘાત


SHARE







મોરબીમાં દીકરી મોબાઇલમાંથી અજાણ્યા લોકોને ફોન કરી દેતા પત્ની સાથે થયેલ બોલાચાલીનું લાગી આવતા યુવાને કર્યો આપઘાત

મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ પેપર મિલના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા યુવાનની દીકરી અવારનવાર અજાણ્યા માણસોને તેના મોબાઈલ ફોનમાંથી ફોન લગાડી દેતી હતી જે બાબતે પતિ-પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી અને ઝઘડો થયો હતો જે બાબતનું મનોમન લાગી આવતા યુવાને પોતે પોતાની જાતે તળાવમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પત્નીએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ઘૂટું સીમમાં આવેલ અંબાણી પેપર મીલની લેબર કોલોનીના કવાર્ટરમાં રહેતા શ્યામભાઈ ઉર્ફે ચુનકાઇ  શ્રીરામભાઈ યાદવ (28) નામના યુવાને કારખાના પાસે આવેલ પાણીના તળાવમાં ઝંપલાવ્યું હતું જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પત્ની કિરણબેન શ્યામભાઈ યાદવ (30) રહે. હાલ અંબાણી પેપર મીલની લેબર કોલોનીના ક્વાર્ટરમાં ઘુટુ મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત મુજબ મૃતક યુવાનના ફોનમાંથી તેની દીકરી દામિની અવારનવાર અન્ય માણસોને ના કહેવા છતાં પણ ફોન લગાડી દેતી હતી જે બાબતે પતિ અને પત્ની વચ્ચે અવારનવાર સામાન્ય બોલાચાલી અને ઝઘડો થતો હતો જે બાબતનું તેને મનોમન લાગી આવતા તે યુવાને તળાવના પાણીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના ધુળકોટ ગામે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં શૈલેષભાઈ દેવજીભાઈ વાઘેલા (35) નામના યુવાનને ઇજા થહોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

ઝેરી દવા પી જતાં સારવારમાં

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા જગજીવનભાઈ આંબાભાઈ અઘારા (66) નામના વૃદ્ધ ઘર પાસે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી ગયા હોવાના કારણે તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News