મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

હળવદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા બાળાઓને 10 હજાર જેટલા ફૂલસ્કેપ ચોપડાનું કરાયું વિતરણ


SHARE







હળવદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા બાળાઓને 10 હજાર જેટલા ફૂલસ્કેપ ચોપડાનું કરાયું વિતરણ

હળવદ બી.આર.સી. ભવન ખાતે આચાર્યની પ્રવેશોત્સવ અંતર્ગત રાખેલ મિટિંગ સાથે ભારત વિકાસ પરિષદ હળવદ શાખા દ્વારા દાતાનાં સહયોગથી હળવદ તાલુકામાં અભ્યાસ કરતી સરકારી શાળાની બાળાઓને બે ફૂલસ્કેપ ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું. અને કુલ 10 હજાર ચોપડા બાળાઓને આપવામાં આવેલ છે. ત્યારે પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રવીણભાઈ અંબારિયા, કે.ની. ધનજીભાઈ ચાવડા અને સુનિલભાઈ મકવાણા. બી.આર.સી. મિલનભાઈ પટેલ, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રફુલભાઈ નાયકપરા, માધ્યમિક વિભાગના ગૌતમભાઈ પાડલીયા, બી.આર.સી. સ્ટાફ તેમજ ભારત વિકાસ પરિષદ હળવદ શાખાના અધ્યક્ષ ઘનશ્યામભાઈ દેથરીયા, તેમજ કારોબારી સભ્યો રણજીતસિંહ સોલંકી, ચતુરભાઈ પાટડિયા, અનિલભાઈ પટેલ, રાજેશ ભુવા, અશ્વિન સિનોજિયા, મેહુલ ગઢવી, મનુભાઈ રાઠોડ, મણિલાલ પટેલ, પરેશ પારજિયા, આરતીબેન રાઠોડ તેમજ ભારત વિકાસ પરિષદના સભ્યનો સહયોગ મળ્યો હતો જેથી ભારત વિકાસ પરિષદ હળવદ શાખાના અધ્યક્ષ ઘનશ્યામ દેથરિયા, સેક્રેટરી રણજીતસિંહ સોલંકી, કોષાધ્યક્ષ ડૉ. અનિલ પટેલ  સહિતનાઓ દ્વારા દાતાનો આભાર માનવમાં આવેલ હતો.






Latest News