મોરબીના બૌદ્ધનગરમાં જુગાર રમતા 5 શખ્સ 3700 ની રોકડ સાથે પકડાયા મોરબી જીલ્લામાં બોગસ દસ્તાવેજી પુરાવા ઊભા કરીને મહિલાને ખોટી રીતે ખેડૂત ખાતેદાર બનાવનાર વૃદ્ધના આગોતરા જામીન નામંજૂર મોરબીમાં સૌપ્રથમ વખત પેન ફેશિયલ ફ્રેક્ચર માટે ચહેરાની જટીલ પ્લાસ્ટિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી વાંકાનેરમાં રાજ્યસભા સાંસદ દ્વારા ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું આયોજન માંડવીનાં રમણીય બીચ ઉપર સાંસદ સહીતનાઓ દ્રારા યોગ દિવસની ઉજવણી ગાંધીનગર ચિલ્ડ્રન્સ રીસર્ચ યુનિવર્સિટીનું તારણ, બાળકોની તંદુરસ્તીને હવા, સૂર્ય પ્રકાશ, યોગ અને કસરત ખુબ જ અસરકર્તા મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન: માર્કશીટો મંગાવવામાં આવી મોરબીમાં શનાળા રોડે ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે માથાકૂટ કરી ટીશર્ટ ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૧૧,૨૯૭ બાળકો બાલવાટિકા-આંગણવાડીમાં પાપા પગલી માંડશે: મોરબી જિલ્લામાં ૧૫,૮૯૭ બાળકો ધો. ૧ અને ૯ માં પ્રવેશ મેળવશે


SHARE















મોરબી જિલ્લામાં ૧૧,૨૯૭ બાળકો બાલવાટિકા-આંગણવાડીમાં પાપા પગલી માંડશે: મોરબી જિલ્લામાં ૧૫,૮૯૭ બાળકો ધો. ૧ અને ૯ માં પ્રવેશ મેળવશે

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૫ અન્વયે મોરબી જિલ્લાની આંગણવાડી અને બાલવાટિકામાં મળી કુલ ૧૧,૨૯૭ બાળકો શિક્ષિત બનવાની સફરના પ્રથમ પગથિયા પર કલશોર અને સ્મિત સાથે પગલા માંડશે અને અનેક ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ આ બાળકોની આંગળી પકડી બાળકોને બાલવાટીકા અને આંગણવાડીના પટાંગણમાં પ્રવેશ અપાવશે.

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ અંતર્ગત સમગ્ર રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન તમામ આંગણવાડી, બાલવાટિકા અને શાળાઓમાં નવા બાળકોને હોશે હોશે વધાવી તેમને શાળા, આંગણવાડી અને બાલવાટિકામાં પ્રવેશ આપવા માટે ઉમંગ અને ઉત્સાહભેર વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અન્વયે આંગણવાડીમાં મોરબી તાલુકામાં ૩૭૬ કુમાર અને ૩૬૨ કન્યા મળી ૭૨૮ બાળકો, માળીયા તાલુકામાં ૬૮ કુમાર અને ૫૯ કન્યા મળી કુલ ૧૨૭ બાળકો, ટંકારા તાલુકામાં ૧૭૮ કુમાર અને ૧૭૨ કન્યા મળી કુલ ૩૫૦ બાળકો, વાંકાનેર તાલુકામાં ૪૮૨ કુમાર અને ૪૪૭ કન્યા મળી ૯૨૯ બાળકો અને હળવદ તાલુકામાં ૨૭૧ કુમાર અને ૨૮૯ કન્યા મળી ૫૬૦ બાળકોને પ્રવેશ આપવામાં આવનાર છે. સમગ્ર જિલ્લામાં ૧૩૭૫ કુમાર તેમજ ૧૩૨૯ કન્યા મળી કુલ ૨૬૯૪ બાળકો આંગણવાડીમાં પાપા પગલી પાડશે.

બાલવાટિકામાં મોરબી તાલુકામાં ૧૨૩૭ કુમાર અને ૧૨૨૫ કન્યા મળી ૨૪૬૨ બાળકો, માળીયા તાલુકામાં ૩૦૮ કુમાર અને ૨૭૮ કન્યા મળી કુલ ૫૮૬ બાળકો, ટંકારા તાલુકામાં ૩૯૪ કુમાર અને ૩૬૬ કન્યા મળી કુલ ૭૬૦ બાળકો, વાંકાનેર તાલુકામાં ૧૪૯૫ કુમાર અને ૧૫૧૧ કન્યા મળી ૩૦૦૬ બાળકો અને હળવદ તાલુકામાં ૯૦૭ કુમાર અને ૮૮૨ કન્યા મળી ૧૭૮૯ બાળકોને પ્રવેશ આપવામાં આવનાર છે. સમગ્ર જિલ્લામાં ૪૩૪૧ કુમાર તેમજ ૪૨૬૨ કન્યા મળી કુલ ૮૬૦૩ બાળકો બાલવાટિકામાં પ્રવેશ મળી બાલવાટિકાના વાતાવરણને તેમની કાલી ઘેલી ભાષાથી વધુ રળિયામણી બનાવશે.

 

મોરબી જિલ્લામાં ૧૫,૮૯૭ બાળકો ધો. ૧ અને ૯ માં પ્રવેશ મેળવશે

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૫ અંતર્ગત સમગ્ર રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન તમામ આંગણવાડી, બાલવાટિકા અને શાળાઓમાં નવા બાળકોને હોશે હોશે વધાવી તેમને શાળા, આંગણવાડી અને બાલવાટિકામાં પ્રવેશ આપવા માટે ઉમંગ અને ઉત્સાહભેર વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અન્વયે મોરબી જિલ્લામાં ધો.૧ માં મોરબી તાલુકામાં ૧૭૬૫ કુમાર અને ૧૭૪૧ કન્યા મળી ૩૫૦૬ બાળકો, માળીયા તાલુકામાં ૪૦૫ કુમાર અને ૪૦૩ કન્યા મળી કુલ ૮૦૮ બાળકો, ટંકારા તાલુકામાં ૫૧૮ કુમાર અને ૩૯૫ કન્યા મળી કુલ ૯૧૩ બાળકો, વાંકાનેર તાલુકામાં ૧૫૦૭ કુમાર અને ૧૫૪૬ કન્યા મળી ૩૦૫૩ બાળકો અને હળવદ તાલુકામાં ૧૩૮૧ કુમાર અને ૧૨૯૦ કન્યા મળી ૨૬૭૧ બાળકોને પ્રવેશ આપવામાં આવનાર છે. સમગ્ર જિલ્લામાં ૫૫૭૬ કુમાર તેમજ ૫૩૭૫ કન્યા મળી કુલ ૧૦૯૫૧ બાળકો ધોરણ ૧ માં પ્રવેશ મેળવશે.

ધોરણ ૯ માં મોરબી તાલુકામાં ૭૯૩ કુમાર અને ૪૬૨ કન્યા મળી ૧૨૫૫ બાળકો, માળીયા તાલુકામાં ૩૬૮ કુમાર અને ૪૨૦ કન્યા મળી કુલ ૭૮૮ બાળકો, ટંકારા તાલુકામાં ૨૯૯ કુમાર અને ૩૬૮ કન્યા મળી કુલ ૬૬૭ બાળકો, વાંકાનેર તાલુકામાં ૫૩૩ કુમાર અને ૬૨૨ કન્યા મળી ૧૧૫૫ બાળકો અને હળવદ તાલુકામાં ૫૨૪ કુમાર અને ૫૫૭ કન્યા મળી ૧૦૮૧ બાળકોને પ્રવેશ આપવામાં આવનાર છે. સમગ્ર જિલ્લામાં ૨૫૧૭ કુમાર તેમજ ૨૪૨૯ કન્યા મળી કુલ ૪૯૪૬ બાળકો ધોરણ ૯ માં પ્રવેશ મેળવી ઉચ્ચ અભ્યાસની સફરમાં આગળ વધશે.






Latest News