મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી પ્લાસ્ટિક મુક્ત અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા માય થેલી ઇવેન્ટનો પ્રારંભ


SHARE







મોરબી પ્લાસ્ટિક મુક્ત અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા માય થેલી ઇવેન્ટનો પ્રારંભ

સ્વચ્છ ભારત મિશન અર્બન તથા દીનદયાળ અત્યોદય આજીવિકા મિશન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા મોરબી મહાનગરપાલિકા દ્વારા માય થેલીઇવેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદેશ્ય પ્લાસ્ટિક થેલીઓના ઉપયોગમાં ઘટાડો કરવાનો અને પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃતિ લાવવાનો છે આ કાર્યક્રમ અંતર્ગત મહાનગરપાલિકા વિસ્તારના કેસરબાગ, દીપ્તિ હેલ્થ સેન્ટર વી.સી.પરા, મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ રેલ્વે સ્ટેશન રોડ, ક્લસ્ટર ઓફીસ શનાળા જગ્યાઓએ સખી મંડળની બહેનો દ્વારા કાપડ અથવા જુના કપડામાંથી વિનામૂલ્યે થેલીઓ બનાવી આપવાની કામગીરી શરુ કરવામાં આવી છે માય થેલીઇવેન્ટ દર ગુરુવાર તથા શુક્રવારે યોજાશે અને ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધી ચાલુ રહેશે આ અંગે મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નીલ ખરે તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર કુલદીપસિંહ વાળા દ્વારા તમામ શહેરીજનોને આ કાર્યક્રમમાં જોડાઈને પ્લાસ્ટિક મુક્ત મોરબી અભિયાનને સફળ બનાવવા માટે અપીલ કરી હતી.






Latest News