મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પ્રાર્થનાસભા યોજાઇ


SHARE







મોરબીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પ્રાર્થનાસભા યોજાઇ

મોરબીમાં શનાળા રોડ પાસે આવેલ લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વ. વિજયભાઈ રૂપાણીના ભત્રીજા મેહુલભાઈ રૂપાણી અને જમાઈ નિમિતભાઈ મિશ્રા હાજર રહ્યા હતા અને આ તકે સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે જૈન મુનિ દિવ્યયસ વિજયજી મહારાજ, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા અને જીતુભાઇ સોમણી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ઉપપ્રમુખ હીરાલાલ ટમારિયા, આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેસિયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પ્રદીપભાઈ વાળા, લખાભાઇ જારીયા, રિશિપભાઇ કૈલા, ભૂપતભાઇ જારીયા, ભાવેશભાઈ કંઝારીયા, રાઘવજીભાઇ ગડારા, કે.એસ. અમૃતિયા, જેઠાભાઇ મિયાત્રા, જયુભા જાડેજા, જયંતિભાઈ પટેલ, નિકુંજભાઈ કોટક, જયદીપભાઈ કંડિયા, મેઘરાજસિંહ ઝાલા, મનોજભાઈ એરવાડીયા, હરેશભાઈ બોપલિયા, મુકેશભાઇ કુંડારિયા, મુકેશભાઇ ઉઘરેજા, હિરેનભાઇ પારેખ, હંસાબેન ઠાકર, જયોત્સનાબેન અમૃતિયા, મંજુલાબેન દેત્રોજા, કલેક્ટર કે.બી.ઝવેરી, એસપી રાહુલ ત્રિપાઠી, અધિક કલેક્ટર શિવરાજસિંહ ખાચર ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા અને સંજયભાઇ સોની તેમજ જુદાજુદા જ્ઞાતિ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.






Latest News