મોરબીના જમના એપાર્ટમેન્ટમાં ગળાફાંસો ખાઇને વૃદ્ધે કર્યો આપઘાત: શક્તિનગર સોસાયટીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ
Breaking news
Morbi Today

મોરબીની રવિરાજ ચોકડી પાસેથી બોલેરોમાં કતલખાને લઈ જવાતા 45 ઘેટા-બકરાને બચાવ્યા: બે શખ્સોની ધરપકડ


SHARE







મોરબીની રવિરાજ ચોકડી પાસેથી બોલેરોમાં કતલખાને લઈ જવાતા 45 ઘેટા-બકરાને બચાવ્યા: બે શખ્સોની ધરપકડ


મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ રવિરાજ ચોકડી પાસેથી બોલેરો ગાડીમાં ઘેટા બકરાને કતલખાને લઈ જવામાં આવનાર છે તેવી ચોક્કસ માહિતી ગૌરક્ષકોને મળી હતી જેના આધારે વોચ રાખવામાં આવી હતી અને પોલીસને સાથે રાખીને બોલેરો ગાડીને ચેક કરવામાં આવી હતી ત્યારે તે ગાડીમાંથી 45 જેટલા ઘેટા-બકરા મળી આવ્યા હોય તેને બચાવવામાં આવ્યા હતા અને બોલેરો ગાડી લઈને જઈ રહેલા બે શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લાના જુદા જુદા માર્ગો ઉપરથી અવારનવાર વાહનોમાં ભરીને કતલખાને લઈ જવાતા અબોલ જીવને ગૌરક્ષકો દ્વારા બચાવવામાં આવતા હોય છે તેવી જ રીતે વધુ એક વખત મોરબીની રવિરાજ ચોકડી પાસેથી બોલેરો ગાડીમાં ઘેટા બકરાને ભરીને કતલખાને લઈ જવામાં આવનાર છે તેવી હકીકત ગૌરક્ષોને મળી હતી જેના આધારે પોલીસને સાથે રાખીને ત્યાં વોચ રાખવામાં આવી હતી ત્યારે મળેલ બાતમી મુજબની બોલેરો ગાડી નંબર જીજે બી એક્સ 1959 પસાર થતા તેને રોકીને ચેક કરવામાં આવી હતી અને ત્યારે તે ગાડીમાં 45 જેટલા ઘેટા અને બકરા ભરવામાં આવ્યા હતા અને તે અંગેના કોઈ આધાર પુરાવા વાહનમાં બેઠેલા શખ્સો પાસે ન હતા તેમજ વાહનની અંદર અબોલ જીવ માટે ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા હતી નહીં જેથી કરીને હાલમાં રામજીભાઈ શિવાભાઈ રબારી (28) રહે રવાપર નદી તાલુકો મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હસમશાશાહ બાકરશા શેખ (37) રહે અંજાર અને વાલજીભાઈ સવજીભાઈ વાઘેલા (45) રહે કુબેર ટોકીઝ પાસે શોભેશ્વર રોડ મોરબી વાળા ની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News