મોરબીમાં શનાળા રોડે ટ્રાફિક બિગેડના જવાન સાથે માથાકૂટ કરી ટીશર્ટ ફાડી નાખ્યું મોરબીના પીપળી ગામ પાસેની સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓના ફાંફા: મહિલાઓએ કર્યો હોબાળો મોરબીમાં પ્રધાનમંત્રી યોજનામાં ખાલી પડેલ ૧૨ આવાસ ફાળવવા માટે કવાયત હળવદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા બાળાઓને 10 હજાર જેટલા ફૂલસ્કેપ ચોપડાનું કરાયું વિતરણ મોરબી જિલ્લામાં ૧૧,૨૯૭ બાળકો બાલવાટિકા-આંગણવાડીમાં પાપા પગલી માંડશે: મોરબી જિલ્લામાં ૧૫,૮૯૭ બાળકો ધો. ૧ અને ૯ માં પ્રવેશ મેળવશે લોકોના કામ કરીને હીરો બનો: પેટા ચૂંટણી પરિણામ બાદ મોરબી જિલ્લા પંચાયતના માજી સદસ્ય મહેશ રાજકોટિયાની ટકોર માળીયા (મી)ના કાજરડા ગામે ઘરમાંથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો: હવે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીના બે ગુના નોંધાયા ! મોરબી જીલ્લામાં અગાઉ દારૂના ગુનામાં પકડાયેલા બે શખ્સને પાસા હેઠળ સુરતની લાજપોર જેલ હવાલે કરાયા
Breaking news
Morbi Today

ટંકારાના ધ્રુવનગર નજીક 46 જેટલા ઘેટા બકરાને હડફેટે લઈને 22 અબોલ જીવના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE















ટંકારાના ધ્રુવનગર નજીક 46 જેટલા ઘેટા બકરાને હડફેટે લઈને 22 અબોલ જીવના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

ટંકારાના ધ્રુવનગર ગામ પાસેથી માલધારી પોતાના ઘેટા બકરા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે તેના 46 જેટલા ઘેટા બકરાને હડફેટે લીધા હતા જેમાંથી 21 ઘેટા અને 1 બકરી આમ કુલ મળીને 22 અબોલ જીવના મોત નીપજ્યા હતા જેથી માલધારીએ ટ્રક ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે રહેતા સામંતભાઈ જીવણભાઈ ઝાપડા (43) એ ટ્રક નંબર જીજે 3 બીવાય 7167 ના ચાલક રૂપલાલ શ્રીહોલાસ રહે. ઝારખંડ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ટંકારાના ધ્રુવનગર ગામ પાસે હાઇવે રોડ ઉપરથી તેઓ પોતાના ઘેટા બકરા લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓના ઘેટા અને બકરાને હડફેટ લીધા હતા અને કુલ મળીને 46 જેટલા ઘેટા અને બકરાને હડફેટે લેતા 21 ઘેટા અને એક બકરી આમ કુલ મળીને 22 અબોલ જીવના મોત નીપજ્યાં હતા. જ્યારે 24 અબોલ જીવને નાના મોટી ઇજાઓ થઈ હોવાના કારણે તેને સારવારમાં ખસેડાયા છે આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલ માલધારી દ્વારા ટ્રક ચાલક સામે 65,000 થી વધુનું નુકસાન થયું હોવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં શક્તિ ચેમ્બર પાસેથી બાઈકની ચોરી

મોરબીમાં નટરાજ ફાટક પાસે આવેલ શક્તિ ચેમ્બર નજીક બાઇક નંબર જીજે 36 એબી 1942 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 20,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની ચરણસિંહ ગંભીરસિંહ પાલ (45) રહે ઇન્દિરા નગર ગાયત્રી નગર મોરબી વાળાએ અજાણ્ય શખ્સ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News