મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા અને મણીમંદિર પાસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાશે ઉજવણી


SHARE











મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા અને મણીમંદિર પાસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાશે ઉજવણી

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાએ ૨૧ જૂન - આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ દરમિયાન જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર છે. જયારે મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેર કક્ષાની યોગ દિવસની ઉજવણી મણીમંદિર ખાતે કરવામાં આવનાર છે.

સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે યોગ અને સામાન્ય કસરત એ ખૂબ જ જરૂરી છે. આજના સમયમાં બેઠાડું જીવન અને વધારે પડતું તણાવ અનેક રોગનું કારણ બની રહ્યું છે. ત્યારે આ તમામ સમસ્યાઓના નિવારણ તરીકે લોકોને યોગનું મહત્વ સમજાવવા અને યોગને દૈનિક જીવનનો અભિન્ન અંગ બનાવવાના હેતુથી સમગ્ર દેશ દુનિયામાં આ વર્ષે 'યોગા ફોર વન અર્થ, વન હેલ્થ' ની થીમ સાથે ૨૧ જૂનના રોજ ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ગુજરાત રાજ્યમાં પણ રાજ્ય કક્ષાએ અને તેની સાથે તમામ જિલ્લાઓમાં પણ વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે મોરબી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવવા સર્વે જિલ્લાવાસીઓને કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેર કક્ષાએ ૨૧ જૂન - આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ દરમિયાન  મણીમંદિર ખાતે કરવામાં આવનાર છે. મોરબી શહેર કક્ષાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં શહેરવાસીઓને ઉપસ્થિત રહેવા મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેઅનુરોધ કર્યો  છે. ઉલેખનીય છે કે, મોરબીની ઓળખ સમાન મણીમંદિર કે, જે સંસ્કૃતિ અને સ્થાપત્યની દ્રષ્ટિએ વિશેષ સ્થાન ધરાવે છે, ત્યારે મોરબીની વિરાસત સમાન સ્થળ એવા મણિમંદિર ખાતે યોગને હેરિટેજ સાથે સાંકળી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે






Latest News