મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી: બાગાયત ખાતા દ્વારા કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમનો લાભ લેવા ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવાઈ


SHARE







મોરબી: બાગાયત ખાતા દ્વારા કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમનો લાભ લેવા ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવાઈ

સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૫-૨૬ માટેની સહાયલક્ષી યોજના કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમનવી બાબત હેઠળ રાજ્યના ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલમાં અરજી કરી મહત્તમ લાભ મેળવી શકે તે માટે આગામી તારીખ ૦૨/૦૭/૨૦૨૫ સુધી દરેક ખેડૂતો માટે આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ (http//ikhedut.gujarat.gov.in) ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

બાગાયતદારોને ઉપરોક્ત ઘટકોમાં સહાય લેવા માટે ખેડૂત પોર્ટલ ૨.૦ ( http//ikhedut.gujarat.gov.in) પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે. અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ  કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સાથે જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના સરનામે રજૂ કરવાના રહેશે તેવું મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.






Latest News