મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના બરવાળા નજીક ટ્રક પાછળ રીક્ષા ઘૂસી જતા યુવાનનું મોત


SHARE











મોરબીના બરવાળા નજીક ટ્રક પાછળ રીક્ષા ઘૂસી જતા યુવાનનું મોત

મોરબીના નવલખી હાઇવે ઉપર બરવાળા ગામ પાસે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં રોડ ઉપર બંધ થઈને ઉભેલા ટ્રકની પાછળ છકડો રીક્ષા ભટકાતા લીલાપર ગામના યુવાનનું મોત નિપજેલ છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે લીલાપર ગામનો પીન્ટુભાઇ માનસિંગભાઈ હળવદિયા નામનો ૩૦ વર્ષનો યુવાન તા.૧૭-૬ ના સવારે નવેક વાગ્યે પોતાની છકડો રીક્ષા લઈને જતો હતો તે દરમિયાનમાં મોરબી તાલુકાના બરવાળા ગામ નજીક કોઈ કારણોસર ટ્રકની પાછળ છકડો રીક્ષા અથડાઇ હતી.આ અકસ્માત બનાવમાં પીન્ટુભાઇ હળવદિયાનું ઘટના સ્થળે મોત થયુ હતું.જેથી ૧૦૮ વડે તેના ડેડબોડીને પીએમ માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યુ હતુ. બનાવની જાણ તાલુકા પોલીસમાં કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના સી.કે.પઢિયાર દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી અને તેઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે ટ્રક બંધ થયો હતો અને તે સમય દરમિયાન જ પાછળ છકડો રીક્ષા અથડાઈ હતી.આ બનાવમાં પીન્ટુભાઇ હળવદિયાનું મોત થયેલ છે અને હાલ મૃતકના પરિવારજનોની ફરિયાદ લેવા તજવીજ શરૂ કરાયેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદ ધાંગધ્રાની વચ્ચે આવેલા સોલડી ગામે રહેતો રાજ રસિકભાઈ ઠાકોર (૧૬) નામનો યુવાન વાડીએથી બાઈકમાં ઘરે આવતો હતો ત્યારે રસ્તામાં માધવ પેટ્રોલ પંપ પાસે બાઈકમાંથી પડી જતા ઈજા થતા સારવારમાં લવાયો હતો.જ્યારે મોરબી રવાપર રોડ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા અનિલભાઈ પ્રવીણભાઈ ગણેશીયા નામના ૩૦ વર્ષના યુવાનને સામાકાંઠે નટરાજ ફાટક નજીક મારામારીના બનાવમાં ઈજા થતા સારવારમાં લઈ જવાયો હતો.તેમ પોલીસે જણાવેલ છે.

યુવાન-બાળક સારવારમાં

હળવદના રાયસંગપુર ગામે સ્વામિનારાયણ મંદિર પાસે રહેતો અક્ષય વિરજીભાઈ દલવાડી નામનો ૨૫ વર્ષનો યુવાન ઘરેથી વાડી તરફ જતો હતો ત્યાં રસ્તામાં બાપાસીતારામ મઢુલી ચાડધ્રાના રસ્તે બાયક આડે અચાનક કૂતરું આડુ ઉતરતા તે પડી ગયો હતો જેથી ઇજા થતા અત્રેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે વાંકાનેરના વીરપર ગામે બહુચર માતા મંદિર પાસે રહેતા પરિવારનો ઘેલાભાઈ ખોડાભાઈ દેકાવાડિયા નામનો ૧૧ વર્ષનો બાળક બાઇક પાછળ બેસીને જતો હતો ત્યારે ભીમગુડા ચોકડી પાસે રસ્તામાં ઢોર આડુ ઉતરતા બાઈક સ્લીપ થવાનો બનાવ બન્યો હતો.જેમાં તેને ઈજા થતાં સારવાર માટે અત્રેની શિવમ હોસ્પિટલએ લવાયો હતો.






Latest News