મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના જોધપર નદી ગામે કૂતરાએ ઘર પાસે જ બચકાં ભરી લેતા બાળકીને ગંભીર ઇજા


SHARE







મોરબીના જોધપર નદી ગામે કૂતરાએ ઘર પાસે જ બચકાં ભરી લેતા બાળકીને ગંભીર ઇજા

મોરબીના જોધપર નદી ગામે રહેતા પરિવારની બાળકી પોતાના ઘર પાસે રમતી હતી દરમિયાન બપોરના સમયે રસ્તે રજડતા કૂતરાએ તે બાળકીને બચકા ભરી લીધા હતા જેથી તે બાળકીને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે બાળકીને રાજકોટ ખસેડવામાં આવી છે

મોરબી શહેર, તાલુકા અને જિલ્લામાં રસ્તે રજડતા કુતરાનો ત્રાસ દિવસે દિવસ વધી રહ્યો હોય તે પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવે છે અને લોકોને કુતરા બચકા ભરી લેતા લોકોના લોકોને તાત્કાલિક સારવાર માટે લઈ જવા પડે છે થોડા સમય પહેલા મોરબીના લખધીરવાસ ચોક વિસ્તારમાં રસ્તે રજાડતાં કૂતરાએ એકી સાથે આઠથી દસ જેટલા લોકોને બચકા ભરી લીધા હતા. દરમિયાન હાલમાં મોરબી તાલુકાના જોધપર નદી ગામે આવી જ ઘટના બની છે જેમાં રવાપર નદી ગામે રહેતા રામજીભાઈ ઝીંઝવાડીયાની સાડા ચાર વર્ષની દીકરી રોશનીબેન ઘર પાસે રમતી હતી દરમ્યાન બપોરના સમયે રસ્તે રજડતા કૂતરાએ તે બાળકીને બચકા ભરી લીધા હતા જેથી કરીને બાળકી બુમાબૂમ કરવા લાગી હતી અને ત્યારબાદ બાળકીના પિતા સહિતના પરિવારજનો બહાર શેરીમાં આવ્યા હતા જેથી કૂતરું ત્યાંથી ભાગી ગયું હતુ જો કે, કુતરાએ બાળકીને મોઢા, માથા અને ગાલના ભાગે બચકા ભરી લીધા હતા જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે બાળકીને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે. અને રસ્તે રજડતા કુતરાના આતંકમાંથી લોકોને ક્યારે મુક્તિ મળશે તે તો આગામી સમય જ બતાવશે.






Latest News