મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં એઆરટી સેન્ટર ખાતે એચઆઇવી/ એઇડ્સગ્રસ્ત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું


SHARE







મોરબીમાં એઆરટી સેન્ટર ખાતે એચઆઇવી/ એઇડ્સગ્રસ્ત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

મોરબીમાં સિવિલ હોસ્પિટલમાં કાર્યરત એ.આર.ટી. સેન્ટર ખાતે આર.એન.ડી.પી. પ્લસ (રાજકોટ ડિસ્ટ્રીક્ટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચઆઇવી) દ્વારા દાતાના સહયોગ થકી એચઆઇવી એઇડ્સ અસરગ્રસ્ત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આર.એન.ડી.પી. પ્લસ દ્વારા HIV ગ્રસ્ત બાળકોના લાભાર્થે અનેક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ બાળકોના શિક્ષણમાં આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી મોરબીના સિમ્બોલો ફાઉન્ડેશનના સહયોગથી ગત ૧૪ જૂનના રોજ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોને શૈક્ષણિક કીટ વિતરણની સાથે સરકારી યોજનાઓ, સ્કોલરશીપ અને તબીબી સહાય સહિત અંગે વિગતે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. પી.કે. દુધરેજીયા, જિલ્લા ક્ષય અધિકારી ધનસુખ અજાણા, આર.એન.ડી.પી. પ્લસના પ્રમુખ જગદીશભાઈ તથા અન્ય બોર્ડ મેમ્બર્સ, એઆરટી સેન્ટરના મેડિકલ ઓફિસરશ્રી દિશાબેન અને સ્ટાફ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.






Latest News