માળીયા (મી)ના કાજરડા ગામ નજીકથી ચોરાઉ બાઇક-એક્ટિવા સાથે એક શખ્સ પકડાયો મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું
Breaking news
Morbi Today

મોરબીની સગીરાનું અપહરણ કરનાર અંજારના શખ્સની ધરપકડ


SHARE











મોરબીની સગીરાનું અપહરણ કરનાર અંજારના શખ્સની ધરપકડ

મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા પરિવારની દીકરીનું અપહરણ કરી જવામાં આવેલ અને તેણીની સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા.જે બાબતે ભોગ બનનાર સગીરાના પિતા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી હતી.તે અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલ દ્વારા પોકસો, અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.અને ગણતરીની કલાકોમાં પોલીસ દ્વારા અપહરણ કરનાર મુબારક ગુલામભાઈ બચડ મિંયાણા (ઉમર ૨૨) રહે.મતવા ફળિયા મસ્જિદ પાસે હેમલાઈ વિસ્તાર અંજાર (કચ્છ) ને પકડી પાડવામાં આવ્યો હતો અને પોલીસે આગળની તજવીજ શરૂ કરી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબી કાલિકા પ્લોટ શેરી નંબર-૪ માં રહેતા અનિલ પ્રવીણભાઈ ગણેશજીયા નામના ૩૦ વર્ષના યુવાનને ઘર પાસે મારામારીના બનાવમાં ઇજા થતાં અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના રવાપર રોડ ક્રિષ્ના સ્કૂલ પાસેથી બાઈકમાં જતા સમયે પડી જતા નિતેશ પ્રભુભાઈ ડાભી નામના ૨૯ વર્ષના યુવાનને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

આધેડ સારવારમાં
મોરબીના રવાપર ગામે ગંગા દર્શન સોસાયટી પાછળ સરદારનગર સોસાયટી વિસ્તારના શ્રીજી પેલેસ ખાતે રહેતા વાઘજીભાઈ પરસોત્તમભાઈ મોરડીયા નામના ૬૧ વર્ષના આધેડને સારવાર માટે અત્રે ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.પોલીસના જણાવ્યા પ્રમાણે સાયલા-પાળીયાદ રોડ ઉપર વાહન અકસ્માત બનાવ બન્યો હતો.ત્યારબાદ પ્રાથમિક સારવાર સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે લઈ વધુ સારવાર માટે વાઘજીભાઈને અત્રે લાવવામાં આવ્યા હતા.જ્યારે માળિયા હાઇવે ઉપર ઓનેસ્ટ હોટલ નજીક બાઇક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં આનંદ પ્રભુભાઈ ભોજાણી (૪૩) રહે.નાની રાવલ શેરી સુપર ટોકીઝ પાસે ને ઇજા થતા અત્રે આયુષમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

 

કેદારીયા મારામારી

હળવદના કેદારીયા ગામે રહેતા વિપુલ રણછોડભાઈ રંભાણી નામના ૨૫ વર્ષના યુવાનને ગામમાં થયેલ મારામારીમાં ઈજા થતા સારવાર માટે અત્રે સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે હળવદના રાણેકપર ગામની પાસે બે બાઈક સામસામે અથડાયા હતા.જે બનાવમાં જયપાલ ગોવિંદભાઈ ગોલતર (ઉંમર ૨૦) રહે.રાણેકપર અને વિજયભાઇ જગમાલભાઇ રાઠોડ (ઉમર ૫૫) રહે.હળવદ ને ઇજા થતા બંનેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમજ સુંદરી ભવાની ગામે બાઈક લઈને જતા સમયે બાઈક આડે અજાણ્યું જનાવર અથડાતાં મધુભાઈ વાલજીભાઈ સાપરા નામના ૬૧ વર્ષના આધેડને સારવાર માટે મોરબી લવાયા હતા.






Latest News