ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

માળીયા (મી) ના જૂના માણાબાથી વોટર પાર્કમાં ન્હાવા જતાં પરિવારની રિક્ષા પલટી મારી જતાં મહિલાનું મોત: બાળક સહિત ત્રણને ઇજા


SHARE







માળીયા (મી) ના જૂના માણાબાથી વોટર પાર્કમાં ન્હાવા જતાં પરિવારની રિક્ષા પલટી મારી જતાં મહિલાનું મોત: બાળક સહિત ત્રણને ઇજા

માળીયા (મી) ના જૂના માણાબા ગામે રહેતા યુવાનની પત્ની અને દીકરો તેના કૌટુંબિક ભાઈ ભાભી સાથે રિક્ષામાં હળવદ નજીક વોટરપાર્કમાં ન્હાવા માટે થઈને જઈ રહ્યા હતા દરમિયાન પ્રતાપગઢ ગામના પાટીયા નજીક રસ્તામાં રીક્ષા પલટી મારી જવાના કારણે અકસ્માત થયો હતો જેમાં યુવાનની પત્નીને માથા અને  કપાળમાં ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને રીક્ષા ચાલક, રિક્ષા ચોકના પત્ની અને યુવાનના દીકરાને ઇજા થયેલ હતી જેથી તે ત્રણેયને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળીયા (મી)ના જુના માણાબા ગામે રહેતા લલિતભાઈ વલ્લભદાસ નિમાવત (41)ર હાલમાં સીએનજી રીક્ષા નં. જીજે 36 ડબલ્યુ 2309 ના ચાલક અજયભાઈ હરજીવનદાસ નિમાવત રહે. જુના મણાબા વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, જૂના માણાબા ગામથી તેઓના કૌટુંબિક ભાઈ અજયભાઈ નિમાવતની રીક્ષામાં અજયભાઈના પત્ની સાક્ષીબેન તથા ફરિયાદીના પત્ની પદ્માબેન અને ફરિયાદીનો દીકરો ઉત્તમ હળવદ નજીક વોટરપાર્કમાં ન્હાવા માટે જઈ રહ્યા હતા દરમિયાન પ્રતાપગઢ ગામના પાટીયા નજીક રસ્તામાં આવેલ ખાડામાં રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના પત્ની પદ્માબેનને માથાની પાછળના ભાગમાં અને કપાળે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જ્યારે ફરિયાદીના દીકરાને ડાબા પગના પંજામાં ઈજા થઈ હતી અને રીક્ષા ચાલક તથા તેના પત્નીને પણ ખભાના ભાગે ફ્રેકચર જેવી ઇજા થયેલ છે જેથી કરીને તે ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને અકસ્માતના બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News