મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

આગાહીની અસર: મોરબી જીલ્લામાં આવેલા ત્રણમાથી બે યાર્ડ બે દિવસ બંધ


SHARE







આગાહીની અસર: મોરબી જીલ્લામાં આવેલા ત્રણમાથી બે યાર્ડ બે દિવસ બંધ

રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ખેડૂતોને નુકશાન ન થાય તે માટે મોરબી જીલ્લામાં આવેલ ત્રણેય માર્કેટ યાર્ડમાં હરરાજીનું કામ  બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે

મોરબી જીલ્લામાં મોરબી, વાંકાનેર અને હળવદ ખાતે ત્રણમાં માર્કેટ યાર્ડ આવેલ છે જેમાથી હાલમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરેલ છે ત્યારે મોરબી, હળવદ અને વાંકાનેર માર્કેટ યાર્ડમાં તા ૨ સુધી હરરાજી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે જો કે, હળવદ યાર્ડમાં ઊભા વાહનમાં કપાસની હરરાજી ચાલુ રાખવામા આવી છે તે સિવાય તમામ જણસની હરરાજીને બંધ રાખવામા આવી છે અને વાંકાનેર યાર્ડમાં જગ્યા હશે તો જ માલ ઉતારવામાં આવશે નહીં તો વાહનને ઊભું રાખવામા આવશે અને જે વેપારીનો માલ ખુલ્લામાં પડેલ છે તેઓને ગોડાઉનમાં માલ મુકવા માટે કહેવામા આવ્યું છે






Latest News