મોરબીના આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારીઓ સામે આંગણવાડી વર્કરોમાં રોષ: 10 વર્કર-હેલ્પર સામૂહિક રાજીનામા ધરે તેવી શક્યતા મોરબીમાં મચ્છુકાંઠા સમસ્ત રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા રવિવારે સરસ્વતી સન્માન સમારોહ હળવદના રાણેકપર ગામે સરપંચના પતિની દુકાનમાંથી 1,632 બોટલ દારૂ ઝડપાયો, મોરબીના વાંકડા ગામ નજીકથી રેઢી મળેલ કારમાંથી 800 લીટર દેશી દારૂ ઝડપાયો મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

હળવદના લગ્ન પ્રસંગમાં ફાયરિંગ બાદ મોરબી જિલ્લામાં ચૂંટણીને લઈને હથિયાર જમા કરાવવા બહાર પડ્યું જાહેરનામું


SHARE











હળવદના લગ્ન પ્રસંગમાં ફાયરિંગ બાદ મોરબી જિલ્લામાં ચૂંટણીને લઈને હથિયાર જમા કરાવવા બહાર પડ્યું જાહેરનામું

મોરબી જિલ્લાના હળવદમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ હવે મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે, મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય અને સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી સમગ્ર જિલ્લાના તમામ હથિયાર ધારકોને પોતાના હથિયારો સબંધકર્તા પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન. કે. મુછારે એક જાહેરનામા દ્વારા આદેશ કર્યો છે.

આ જાહેરનામામાં આર્મ્સ એકટ હેઠળ મંજુર કરવામાં આવેલ વ્યકિતગત હથિયાર પરવાના હેઠળના આત્મરક્ષણ તથા પાકરક્ષણના તમામ હથિયારો તાત્કાલિક અસરથી જે તે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા જણાવવામાં આવ્યું છે. સંબંધીત પોલીસ સ્ટેશને પરવાનેદારને તેમનું હથિયાર તા.૨૪/૧૨/૨૦૨૧ પછી પરત કરવામાં આવશે. ઉપરાંત સમગ્ર મોરબી જિલ્લાના ગ્રામ પંચાયતોની ચૂંટણી હેઠળના વિસ્તારમાં બહારથી મેળવેલ પરવાના ધારણ કરનાર વ્યકિતઓને પણ હથિયાર ધારણ કરવું નહી અને હથિયાર સાથે જાહેરમાં ફરવું નહીં. જે હથિયાર પરવાના રીન્યુઅલ માટે રજુ કરેલ હોય તેવા હથિયાર પરવાના હેઠળના હથિયારો પરવાનાની ઝેરોક્ષ નકલ, રીન્યુઅલ અરજી રજુ કર્યાની આ કચેરીની કોમ્પ્યુટરાઈઝડ પહોંચ કે જેમા સહીની જરૂર રહેતી નથી તેવી પહોંચ તથા રીન્યુ ફી ભર્યા અંગેના ચલણની નકલની ખરાઈ કરી જમા લેવાના રહેશે અને તેવી જ રીતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયે પરત સોંપવામાં આવશે તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે. આ આદેશમાંથી સરકારી, અર્ધસરકારી સંસ્થાઓ (બૅક, કોર્પોરેશન સહીત) માન્યતા ધરાવતી સિક્યુરીટી એજન્સીઓના ગનમેન, કરન્સી ચેસ્ટની લેવડ-દેવડ કરતાં હોય તેવા હથિયારધારી સિક્યુરીટી ગાર્ડ, સરકારના અધિકારીઓ/કર્મચારીઓ કે જેને કાયદા મુજન હથિયાર ધારણ કરવાની મંજુરી આપેલ છે અથવા ચૂંટણીની ફરજ ઉપર હોય તેમને મુક્તિ આપવામાં આવી છે.






Latest News