મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદ-ડુંગરપુર ગામે દારૂની બે રેડ: 301 બોટલ દારૂ-27 બીયરના ટીમ કબ્જે, મહિલા બુટલેગર પકડાઈ, બે આરોપીની શોધખોળ


SHARE







હળવદ-ડુંગરપુર ગામે દારૂની બે રેડ: 301 બોટલ દારૂ-27 બીયરના ટીમ કબ્જે, મહિલા બુટલેગર પકડાઈ, બે આરોપીની શોધખોળ

હળવદના ડુંગરપુર ગામે તથા પંચમુખી ઢોરા વિસ્તારમાં જુદી જુદી બે જગ્યા ઉપર દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા દારૂની નાની મોટી કુલ મળીને 301 બોટલ તથા 27 બીયરના ટીમ કબ્જે કરવામાં આવ્યા હતા અને હાલમાં એક મહિલા બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે. જોકે ડુંગરપુર ગામે રેડ કરી હતી ત્યારે આરોપી હાજર ન હતો જેથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદના ડુંગરપુર ગામે રહેતા વિક્રમભાઈ વિઠલાપરાના મકાનની બાજુમાં આવેલા પડતર મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે પડતર મકાનના રસોડામાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી કુલ મળીને 274 બોટલો મળી આવી હતી તથા 27 બીયરના ટીમળી આવ્યા હતા જેથી પોલીસે કુલ મળીને 80,390 ની કિંમતનો દારૂ તથા બીયરનો જથ્થો કબજે કર્યો હતો જોકે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં પોલીસ સ્ટેશન ખાતે વિક્રમભાઈ ગોરધનભાઈ વિઠલાપરા રહે. ડુંગરપુર તાલુકો હળવદ વાળા સામે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

હળવદમાં આવેલ પંચમુખી ઢોરે રહેતી લમાબેન મીરના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 27 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 2,700 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને મહિલા આરોપી સલમાબેન ઉર્ફે સોનુ આસિફભાઇ મીર (38) રહે પંચમુખી ઢોરે હળવદ વાળીની ધરપકડ કરવામાં આવી હતી અને તેની મહિલાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મહિલા આરોપી પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવી હતી તે દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

દેશી દારૂનો આથો

હળવદના ઇંગોરાળા ગામે તળાવ પાસે બાવળની કાંમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો દોઢસો લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 3,750 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર આરોપી હાજર ન હતો અને આ મુદ્દામાલ મહેન્દ્રભાઈ ઉર્ફે શંભુ વરસિંગભાઈ માલકીયા રહે. ઇંગોરાળા તાલુકો હળવદ વાળાનો હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News