મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

હળવદ તાલુકાના ૮ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની જગ્યા ભરવા માટે કવાયત


SHARE







હળવદ તાલુકાના ૮ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની જગ્યા ભરવા માટે કવાયત

હળવદ તાલુકાના ૮ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવાઈ છે અને હળવદ મામલતદાર કચેરી ખાતેથી અરજી ફોર્મ મેળવી તા. ૫ જૂન સુધીમાં અરજી રજૂ કરવાની રહેશે.

હળવદ તાલુકામાં હળવદ શહેરના મધ્યાહન ભોજન કેન્દ્ર નંબર-૨ અને હળવદ તાલુકાના માલણીયાદ, ચિત્રોડી, ખેતરડી, સૂર્યનગર, ચરાડવાના ચૈતન્યનગર ઢવાણાના નવા ઢવાણા તથા ટીકરના માધવનગર મળી ૮ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની જગ્યા ખાલી પડી છે. આ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલકની નિમણૂક કરવાની હોવાથી સંચાલક તરીકે ફરજ બજાવવા ઈચ્છતા હોય તેવા ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ હળવદ મામલતદાર કચેરી ખાતેથી મેળવી કામકાજના દિવસો દરમિયાન તા. ૫/૬ સુધીમાં ભરીને પરત કરી શકાશે. ત્યારબાદ રજૂ થયેલ અરજી ફોર્મને ધ્યાને લેવામાં આવશે નહીં. અને ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવે ત્યારે જણાવવામાં આવેલ તારીખ અને સમયે સ્વખર્ચે હાજર થવાનું રહેશે. અરજી ફોર્મ સાથે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટ, રહેણાંકનો પુરાવો, અનુભવનું પ્રમાણપત્ર તથા અન્ય માન્ય દસ્તાવેજની પ્રમાણિત નકલો જોડવાની રહેશે.






Latest News