મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને PMJAY યોજના અન્વયે ડીજીઆરસી કમિટીની બેઠક યોજાઈ


SHARE







મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને PMJAY યોજના અન્વયે ડીજીઆરસી કમિટીની બેઠક યોજાઈ

મોરબીમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતા હેઠળ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે ડીજીઆરસી કમિટીની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. હાલ વયવંદના યોજના અન્વયે ૭૦ વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓને કોઈપણ આવક મર્યાદા વગર ફક્ત આધારકાર્ડના આધારે આયુષ્માન કાર્ડ બનાવી આપવામાં આવે છે, ત્યારે મોરબી જિલ્લાના તમામ ૭૦ વર્ષ અને તેથી વધુ ઉંમરના વડીલોને આયુષ્માન કાર્ડ બનાવવા કલેક્ટરશ્રીએ અપીલ કરી હતી.

કલેકટર કે.બી. ઝવેરી તેમજ ડીડીઓ જે.એસ. પ્રજાપતિ દ્વારા યોજના સાથે જોડાયેલ હોસ્પિટલ્સને યોજનાની ગાઈડલાઈન મુજબ લાભાર્થીઓને સેવા આપવા, યોજના અંતર્ગત સારવાર લીધેલ દર્દીઓને ટ્રાવેલિંગ એલાઉન્સ અને ૧૫ દિવસ સુધીની દવા તથા ફોલોઅપ માટે ફ્રી સારવાર આપવા સૂચના આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આયુષ્માન કાર્ડ બનાવવા માટે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ યોજના સાથે જોડાયેલ ખાનગી હોસ્પિટલ અને આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News