મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને પીસીપીએનડીટી એક્ટ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ


SHARE







મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને પીસીપીએનડીટી એક્ટ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને પીસીપીએનડીટી એક્ટ સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.

આ બેઠકમાં મોરબી કલેક્ટર કે.બી. ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ દ્વારા કોઈપણ હોસ્પિટલમાં જાતીય પરીક્ષણ કરવામાં ન આવે તેની તકેદારી રાખવા આરોગ્ય તંત્રને તાકીદ કરવામાં આવી હતી. ઉપરાંત પીએનડીટી એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ તમામ હોસ્પિટલના ડોક્ટર્સ સાથે સેમિનારનું આયોજન કરવા પણ સુચના આપવામાં આવી હતી. વધુમાં મોરબી જિલ્લામાં ૧૦૦૦ પુરુષ બાળકોએ ૯૧૫ સ્ત્રી બાળકોનું જન્મ પ્રમાણ છે જે બાબતે યોગ્ય કામગીરી કરવા તથા પીએનડીટી એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ હોસ્પિટલમાં સરપ્રાઈઝ મુલાકાત કરવા પણ સુચના આપવામાં આવી હતી.






Latest News