મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલાકા હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા! મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું માળીયા (મી)ના કાજરડા ગામ નજીકથી ચોરાઉ બાઇક-એક્ટિવા સાથે એક શખ્સ પકડાયો મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ ! 
Breaking news
Morbi Today

મોરબીમાં પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ અંતર્ગત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા વોકથોન યોજાઈ


SHARE











મોરબીમાં પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ અંતર્ગત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા વોકથોન યોજાઈ

વિશ્વ પર્યાવરણ દિવસની વર્ષ-૨૦૨૫ની થીમ એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલીઅંતર્ગત મોરબીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા મોરબી શહેરમાં વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાઈ પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશને સફળ બનાવવા સહભાગી બન્યા હતા. તા. ૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, આ ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ ઉજવણી પૂર્વે વિવિધ આયોજનો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષની થીમને ધ્યાને લઈ લોકોને પ્લાસ્ટિક પ્રદુષણ અંગે જાગૃત કરવા તેમજ પ્લાસ્ટિકના વપરાશને નહિવત કરવા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે ગત તા. ૨૯ ના રોજ મોરબી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા મોરબીના જાહેર માર્ગો પર રેલી સાથે વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોકથોનમાં લોકો દ્વારા 'જગતભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો' અને 'પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી આપણી જવાબદારી' સહિતના નારા લગાવવામાં આવ્યા હતા. આ વોકથોન દરમિયાન સર્વે ઉપસ્થિતો દ્વારા રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા તથા આ બાબતે લોકોને જાગૃત કરવા શપથ પણ લેવામાં આવ્યા હતા. આ વોકથોનમાં જિલ્લા રમત વિકાસ અધિકારી રવિભાઈ રાઠોડ અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રનો સ્ટાફ, જિલ્લાના ખેલાડીઓ, રમતના કોચ, વ્યાયામ શિક્ષકઓ, ટ્રેનર્સ તેમજ બાળકો અને શહેરીજનો જોડાયા હતા.






Latest News