મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં દુર્ગાવાહીની દ્વારા દરબારગઢથી ગાંધીચોક સુધી શોર્ય યાત્રા યોજાઇ


SHARE







મોરબીમાં દુર્ગાવાહીની દ્વારા દરબારગઢથી ગાંધીચોક સુધી શોર્ય યાત્રા યોજાઇ

મોરબીમાં દુર્ગાવાહીની પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે તેના અંતર્ગત મોરબીના દરબારગઢ ચોકથી ગાંધીચોક સુધી શોર્ય યાત્રાનું બહેનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રસિક્ષણ વર્ગમાં આવેલ બહેનો જોડાયા હતા.

વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર દ્વારા છેલ્લા 31 વર્ષથી દુર્ગાવાહીનીનું સંચાલન અવિરતપણે કરવામાં આવી રહ્યું છે અને કાર્યકર્તાઓના પ્રશિક્ષણ માટે દર વર્ષે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવતું હોય છે તેના ભાગરૂપે દુર્ગાવાહીની શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આ વખતે મોરબીમાં આયોજન કરવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે શુક્રવારે સાંજે મોરબીમાં દરબારગઢ ચોક પાસે આવેલ રામ મંદિર મહેલ ખાતેથી ગાંધીચોક સુધીની શોર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રશિક્ષણ વર્ગમાં જોડાયેલ બહેનો હાજર રહ્યા હતા અને ત્યારે મોરબીના મુખ્ય માર્ગો ભારત માતા કી જય, વંદે માતરમ, કાશ્મીર હમારા હે.. સહિતના નારાઓથી ગુંજી ઉઠ્યા હતા.






Latest News