મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

ઓનલાઈન પ્રેમ !: મોરબીમાં પતિ-બાળકોને મૂકીને જતી રહેલી પરિણીતાને સાસરિયામાં પરત મોકલાઇ


SHARE







ઓનલાઈન પ્રેમ !: મોરબીમાં પતિ-બાળકોને મૂકીને જતી રહેલી પરિણીતાને સાસરિયામાં પરત મોકલાઇ

હાલમાં ઓનલાઈન પ્રેમ થઈ ગયા પછી ઘણી ચોકાવનારી માહિતીઓ સામે આવતી હોય છે અને ત્યાર બાદ ઘણી વખત માઠા પરિણામો પણ આવતા હોય છે તેવામાં મોરબી ૧૮૧ અભયમ હેલ્પલાઈન દ્રારા યુવતીનુ ઘર બરબાદ થતાં બચાવી લેવામાં આવ્યું છે અને પરિણીત યુવતીને સમજાવીને તેના સાસરિયાંમાં પરત મોકલવામાં આવી છે મોરબી સીટીમાંથી એક વ્યકિત દ્વારા ૧૮૧ પર કોલ કરીને જાણ કરવામાં આવી હતી કે, છેલ્લા ૪ ક્લાકથી એક યુવતી તેના બાળકને લઈને અહીં આવી ગયેલ છે. અમે ઘણી પૂછપરછ કરી પરન્તુ તે કઈ પણ જણાવવા તૈયાર નથી. આથી અમે આજુબાજુમાં પૂછપરછ કરી તેના પિયર તથા સાસરીયા વાળાને બોલાવ્યા છે. પરંતુ બહેન તેની વાત પણ સાંભળવા તૈયાર નથી અને તેની સાથે પણ જવા તૈયાર નથી જેથી કરીને મોરબી ૧૮૧ ની ટીમના કાઉન્સેલર રસીલાબેન કુંભાણી પોલીસ શારદાબેન તથા પાયલોટ મિતેશ ભાઈ સ્થળ પર પહોંચ્યા હતા અને તેમને પરીવાર તથા પીડિતાનું કાઉન્સેલિંગ કર્યુ હતું

ત્યારે કાઉસેલિંગ કરતા ચોંકાવનારી વાત સામે આવી હતી કેછેલ્લા એક વર્ષથી સોશિયલ મીડિયા દ્વારા એક પુરુષના કોન્ટેક્ટમાં પરિણીતા આવી છે અને એક વર્ષથી તેમની સાથે પ્રેમ સંબંધ છે. અને ત્યારબાદ બંન્નેએ ઘર છોડીને ભાગી જવાનું નકકી કર્યું હતું. આથી પીડિતા બહેન કોઈને પણ જાણ કર્યા વિના ઘર છોડીને નીકળી ગયા હતા. જો કેતે પુરૂષ તેની સાથે ન આવતા અને ફોન પર પણ કઈ જ જવાબ ના આપતા બાહેનની પરિસ્થિતિ ખરાબ થઈ હતી.અને હવે શું કરવું કંઈ રસ્તો સૂઝતો ન હતો. જેથી કરીને ૧૮૧ ની ટીમ દ્વારા પીડિતા બેનને સમજાવવામાં આવ્યા હતા કે આમ અજાણ્યાં વ્યક્તિનાં પ્રભાવથી ઘર છોડીને ના નિકળી જવું જોઈએ અને બાળકો તથા પરિવારનું વિચારવુ જોઈએ. તેને પસ્તાવા સાથે કહયું કે તે તેના પતિ તથા બાળકો સાથે પાછા જવા માગે છે. આથી પીડિતાની ઈચ્છા અનુસાર ૧૮૧ ની ટિમ દ્વારા તેના સાસરીયા પક્ષનું કુશળ કાઉન્સેલિંગ કરવામાં આવ્યુ હતું અને સમજાવટ  દ્વારા પીડિતાનો સાસરિયામાં સ્વીકાર કરવામાં આવ્યો હતો અને એક તૂટતાં પરીવારને બચાવી લેવામાં આવ્યો હતો 






Latest News