વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના ઝીંઝુડા ગામે ઝડપાયેલ ડ્રગ્સના ગુનામાં પકડાયેલા સાતેય આરોપી સાબરમતી જેલ હવાલે


SHARE







મોરબીના ઝીંઝુડા ગામે ઝડપાયેલ ડ્રગ્સના ગુનામાં પકડાયેલા સાતેય આરોપી સાબરમતી જેલ હવાલે

મોરબીના ઝીંઝુડા ગામેથી ડ્રગ્સનો ૧૧૮ કિલોથી વધુ જથ્થો ઝડપાયો હતો અને માલ સાથે ત્રણ શખ્સને પકડવા આવ્યા હતા બાદમાં બીજા ચાર શખ્સોને પકડાયા હતા હતા આમ કુલ મળીને સાત આરોપીઓની એટીએસની ટીમ દ્વારા ધરપકડ કરીને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેના રિમાન્ડ લેવામાં આવ્યા હતા જો કે, રિમાન્ડ પૂરા થતાં તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને હાલમાં સાતેય આરોપીઓને સાબરમતી જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબી જિલ્લાના ઝીંઝુડામાં એટીએસની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને સમસુદ્દીન સૈયદ પીરજાદા નામના શખ્સના ઘરમાંથી હેરોઇનના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં મુખ્તાર હુસૈનઝીંઝુડાના સમસુદ્દીન હુસૈનમિયાં પીરજાદા અને સલાયાના ગુલામ હુસૈન ઉમર ભગાડનો સમાવેશ થતો હતો અને ત્યાર બાદ એટીએસની ટીમે આ ગુનામાં અનવર ઉર્ફે અનુ મુસા પટેલીયારહે. નાવદ્રા, ઈકબાલ ઉર્ફે ઈકબાલ ડાડો ભંગારીયો અલીમીયા કાદરીરહે. બંદર રોડજામ સલાયા, અરવિંદકુમાર ચુનીલાલ યાદવ ઉર્ફે બિંદુ રહે. મન્નીવાલી અને વોંટેડ ઈસા રાવના દીકરા હુસેન રાવને પકડીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેના રિમાન્ડ મેળવ્યા હતા આ સાતેય આરોપીઓના રિમાન્ડ પૂરતા ત\થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને હાલમાં આરોપીઓને સાબરમતી જેલ હવાલે કરવામા આવેલ છે અને આગામી સુનાવણી તા ૧૦/૧૨ ના રોજ રાખવામા આવી છે




Latest News