મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિ દ્વારા કાલે આઠમા સમૂહલગ્ન યોજાશે


SHARE







મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિ દ્વારા કાલે આઠમા સમૂહલગ્ન યોજાશે

મોરબીના નવલખી રોડ પર આવેલ ધકકાવાળી મેલડી  માતાજી મંદિરના શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે અને આઠમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્ન કાલે તા. 20 ને મંગળવારે નવલખી રોડે આવેલ શ્રી બહુચર પાર્ટી પ્લોટ ખાતે રાખવામા આવેલ છે 

કાલે જે સમૂહલગ્ન યોજાવાના છે તેમાં મહંત ભાવેશ્વરી માતાજી (રામધન આશ્રમ), મહંત દામજી ભગત (નકલંક મંદિર) સહિતના હાજર રહેવાના છે અને 21 દીકરીઓ સંતો મહંતો, રાજકીય અને સામાજિક આગેવનોની હાજરીમાં લગ્નગ્રંથિથી જોડાશે અને આ દીકરીઓને કરીયાવરમાં સોના ચાંદીના દાગીના સહિત કુલ મળીને 97 ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવશે. કાલે મંડપ મુહૂર્ત બપોરે 3:00 વાગ્યે, જાન આગમન 4:00 વાગ્યે, ભોજન સમારંભ સાંજે 7:00 વાગ્યે અને હસ્ત મેળાપ 7:45 વાગ્યે રાખવામા આવેલ છે અને સમૂહલગ્નની વિધિ શાસ્ત્રી હિરેનભાઇ પંડ્યા દ્વારા કરાવવામાં આવશે. આ સમૂહલગ્નને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ ધનુભા જાડેજા, ઉપપ્રમુખ વિનુભાઈ ડાંગર, ખજાનચી શૈલેષભાઇ જાની, મંત્રી ધીરુભા જાડેજા, ટ્રસ્ટી કિશોરભાઈ અગ્રાવત, રમેશભાઈ સાણંદિયા, ભાવેશભાઈ મહેતા સહિત સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News