મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા પંચાયત દ્વારા તૈયાર કરાયેલ ક્રિકેટ ગ્રાઉન્ડનું ચેરમેન જિજ્ઞાસાબેન મેરે કર્યું લોકાર્પણ


SHARE







વાંકાનેર તાલુકા પંચાયત દ્વારા તૈયાર કરાયેલ ક્રિકેટ ગ્રાઉન્ડનું ચેરમેન જિજ્ઞાસાબેન મેરે કર્યું લોકાર્પણ

વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામે તાલુકા પંચાયત દ્વારા સૌ પ્રથમ વખત ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવેલ છે જેનું તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ગ્રાઉન્ડ અંદાજિત 11.20 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે અને પીચના કેન્દ્રથી બાઉન્ડ્રી સુધી 60 મીટર અને પીચ સહિત ૧૨૦ મીટરના વ્યાસ ધરાવતું ક્રિકેટ ગ્રાઉન્ડ અને રોડના કામ કરવામાં આવ્યું છે તેનું લોકાર્પણ તાલુકા પંચાયતના ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેરના હસ્તે કરાયું હતું ત્યારે વાંકાનેર તાલુકા ભાજપ મંત્રી નરેન્દ્રભાઈ, ઇજનેર સમીરભાઈ, ઠીકરીયાળા ગામના સરપંચના પુત્ર પ્રવિણભાઈ હકાભાઈ માંડાણિ તેમજ પોપટભાઈ માલકિયા, કેવલભાઈ નાકીયા, સુનીલભાઈ નાકિયા, જિજ્ઞેશભાઈ નાકીયા, જગદીશભાઈ ચૌહાણ, હિતેશભાઈ આહિર સહિતના લોકો ત્યાં હાજર રહ્યા હતા. અને ઇજનેર સમીરભાઇએ ટો ઉછળીને મેચની શરૂઆત કરી હતી ત્યારે વાંકાનેર તાલુકા પંચાયતના ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર દ્વારા પણ હાથમાં બેટ લઈને ફટકાબાજી કરવામાં આવી હતી.






Latest News