મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા બદલવાનું કામ મહિનાના અંત સુધી પૂરું થશે, પાનેલીના તળાવ માટે સરકારે 40 કરોડ મંજૂર કર્યા: કાંતિભાઈ અમૃતિયા


SHARE







મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા બદલવાનું કામ મહિનાના અંત સુધી પૂરું થશે, પાનેલીના તળાવ માટે સરકારે 40 કરોડ મંજૂર કર્યા: કાંતિભાઈ અમૃતિયા

મોરબી અને માળિયા તાલુકા માટે મચ્છુ-2 ડેમ આશીર્વાદ સમાન છે જો કે, આ ડેમના 33 દરવાજા બદલવા માટેની કામગીરી હાલમાં ચાલી રહી છે અને આ કામ માટે સરકારે 15 કરોડનું બજેટ ફાળવેલ છે. અને આ કામ ચાલુ મહિનાના અંત સુધીમાં પૂરું થઈ જશે તેવી માહિતી મોરબીના ધારાસભ્ય દ્વારા આપવામાં આવેલ છે

દર વર્ષે ચોમાસામાં મચ્છુ-2 ડેમ 100 ટકા ભરાઈ જાય એટ્લે મોરબી અને માળીયા તાલુકામાં પીવા તથા સિંચાઈના પાણી માટેનો પ્રશ્ન એક વર્ષ માટે ઉકેલાઈ જતો હોય છે વર્ષ 1979 માં મોરબી જળ હોનારતની ઘટના બની હતી અને ત્યારે મોરબીનો મચ્છુ-2 ડેમ તૂટ્યો હતો જેથી મોટા પ્રમાણમાં જાન માલને નુકસાન થયું હતું ત્યારબાદ મોરબી નજીકનો મચ્છુ-2 ડેમ ફરીથી બાંધવામાં આવ્યો હતો ત્યારે જૂના 20 દરવાજા હતા તેમાં 18 દરવાજાનો વધારો કરીને કુલ 33 દરવાજા મૂકવામાં આવેલ હતા અને તેમાંથી જૂના પાંચ દરવાજને ગત વર્ષે ચોમાસા પહેલા બદલવામાં આવ્યા હતા અને ચાલુ વર્ષે એકી સાથે ૩૩ દરવાજા બદલવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. તેવામાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, ચાલુ મહિનામાં 20 મે સુધીમાં એટ્લે કે મહિનાના અંત પહેલા ડેમના દરવાજા બદલવા માટેની કામગીરી પૂરી કરી નાખવામાં આવશે આ કામ માટે સરકારે 15 કરોડ રુપિયાનું બજેટ આપેલ છે.

વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પીવાના પાણી માટેનો પ્રશ્ન ઉકેલાઈ જાય તેના માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને મોરબીના પાનેલી ગામ પાસે જે તળાવ આવેલું છે તેમાંથી મોરબીના લોકોને પીવા માટેનું પાણી ગ્રેવીટીથી મળે તેમ છે જેથી કરીને મહાપાલિકા હસ્તકના આ તળાવમાં વધુ પાણીનો સંગ્રહ કરી શકાય અને લોકોને પીવાનું પાણી તેમાંથી મળે તેવી વ્યવસ્થા ઊભી કરવા માટે સરકારે 40 કરોડનું બજેટ આપેલ છે અને તેના માટેનું ટેન્ડર આગામી દિવસોમાં બહાર પાડવામાં આવશે અને કામ પૂરું થયા પછી વર્ષો પહેલા જે રીતે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં લોકોને પાનેલી તળાવ મારફત પાણી મળતું હતું તેવી જ રીતે સામાકાંઠાના બે વોર્ડ અને આજુબાજુના ગામડાઓને તે ત્લાવમાંથી પીવાનું પાણી મળી રહેશે.






Latest News