મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી સેશન્સ કોર્ટે હળવદના ચકચારી પોકસો, અપહરણ, બળાત્કારના કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો


SHARE







મોરબી સેશન્સ કોર્ટે હળવદના ચકચારી પોકસો, અપહરણ, બળાત્કારના કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો

મોરબી સેશન્સ કોર્ટેમાં હળવદના ચકચારી પોકસો, અપહરણ, બળાત્કારના કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલની દલીલ અને જુદીજુદી કોર્ટના ચુકાદાને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે

આ કેસની વકીલ પાસેથી મળતી માહિતિ મુજબ ફરીયાદીની સગીર વયની દીકરીને આરોપી અપહરણ કરીને લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ કર્યાનો આક્ષેપ કર્યો હતો જેથી કરીને હળવદ પોલીસે ગુનો નોંધીને જરૂરી અને યોગ્ય તપાસ કરી આરોપી અજયભાઈ મગનભાઈ ગણેશીયાની ધરપકડ કરેલ હતી. આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી, ભોગબનનાર, ભોગબનનારના માતા પિતા, તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટરઓ, પોલીસ તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દવારા દલીલ કરવામાં આવેલ કે ફરીયાદી દ્વારા આરોપીને ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દઈ ખોટી ફરિયાદ કરવામાં આવેલ છે. આરોપી તદન નીર્દોષ છે. જયારે બચાવ પક્ષે આરોપીએ કોઈ ગુનો કરેલ હોય તેવા કોઈ તત્વો ફલીત થતા ન હોય ત્યારે આરોપીને નીર્દોષ છોડી મુકવો જોઈએ. અને શંકા સાબીતીનું કયારેય સ્થાન ન લઈ શકે ફરીયાદ પક્ષે કેસ શંકા રહીત સાબીત કરવો જોઈએ તે કરવામાં સંપુર્ણ નિષ્ફળ રહેલ છે. આ કેસ મોરબી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા ગુનામાં સંડોવાયેલ આરોપીઓ તરફે મોરબી જીલ્લાના વકીલ દીલીપભાઈ અગેચણીયા રોકાયેલ હતા. જેમા આરોપીઓના વકીલે કોર્ટમાં વિવિધ ચુકાદાઓ રજુ કરેલ હતા અને દલીલ કરેલ હતી જે દલીલોને ધ્યાને લઈ આરોપીઓને નિદોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.આ કામમાં આરોપી તરફે મોરબીના વકીલ દીલીપભાઈ અગેચણીયા તથા જીતેન ડી. અગેચાણીયા, રવિ ડી. ચાવડા, કુલદિપ ઝિંઝુવાડીયા રોકાયેલા હતા.






Latest News