મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી : સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યાના ગુનામાં વિધર્મી આરોપીએ જામીન અરજી પરત ખેંચી લેવી પડી


SHARE







મોરબી : સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યાના ગુનામાં વિધર્મી આરોપીએ જામીન અરજી પરત ખેંચી લેવી પડી

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યાના ગુનામાં વિધર્મી આરોપીએ હાઇકોર્ટમાં કરેલી જામીન અરજી પરત ખેંચી લેવી પડી હતી. બનાવની વિગત મુજબ ગત તા.13/2/2024 ના રોજ એક ભાઈએ પોતાની સગીર બહેનના અપહરણ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પ્રાથમિક તપાસ કરતા મોરબીનો મુસ્લિમ યુવક રમજાન બ્લોચ નામનો ઈસમ સગીરાને લલચાવી, ફોસલાવી પોતાનું નામ છુપાવી લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરી ભગાડી જઈ દુષ્કર્મ ગુજાર્યાનું સામે આવેલ હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજુ કરેલ હતો.કોર્ટે આરોપીને જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપેલ હતો. સમયાંતરે આરોપીએ પોતાના વકીલ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હતી. જે ચાલી જતા આ ફરીયાદીના વકીલે જામીન અરજી સંદર્ભે વાંધાઓ રજુ કરેલા. અને જામીન ન આપવા દલીલો કરી હતી. બન્ને પક્ષોને કોર્ટે સાંભળ્યા હતા. આરોપીની જામીન અરજી રદ થવાની હોઈ, જેથી આરોપીને પોતાની જામીન અરજી પરત લેવાની ફરજ પડી હતી.

આ કેસમાં ફરીયાદીના વકીલ તરીકે, વિઠ્ઠલાપરા સોલિસિટર્સ એન્ડ એડવોકેટસના વકીલ ચેતન વિઠ્ઠલાપરા, સાગર સરવૈયા, વિજય વણઝારા, રીતુસિંહ, લવજી ભજગોતર, કિરીટ ગોહિલ, જયદીપ બથવાર, સંજય ચાવડા, એમ. એમ. રાઠોડ, દક્ષાબેન બથવાર તેમજ મદદનીશ તરીકે કિશન ભીમાણી, હિરેન એસ. વિઠ્ઠલાપરા, એસ. સી. વિઠ્ઠલાપરા, હિરેન ખીમસુરીયા, ભાવેશ વોરા, વિનોદ ચૌહાણ, સચિન આર. દેસાઈ રોકાયેલ હતા.






Latest News