મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૨૮ શિક્ષકોને ગાંધીનગર ખાતે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ આપી કરાયા સન્માનિત


SHARE







મોરબી જિલ્લાના ૨૮ શિક્ષકોને ગાંધીનગર ખાતે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ આપી કરાયા સન્માનિત

આજના ગ્લોબલ વોર્મિંગના સમયમાં અનેક પર્યાવરણીય પડકારો સર્જાયા છે ત્યારે તે વિશે સમાજમાં જાગૃતિ ફેલાવી આ ગંભીર વૈશ્વિક સમસ્યાને ઉકેલવા માટે આરંભાયેલા અભિયાનમાં ખભે ખભા મિલાવી સ્વચ્છતા, પ્રદૂષણ નિવારણ, જળ સંચય, ઉર્જા બચત, પ્લાસ્ટિક મૂતિ, જમીન સુધારણા જેવા વિવિધ પ્રકલ્પોને વેગ આપવા અને સમાજમાં જાગૃતિ લાવવાના ઉમદા હેતુઓને અગ્રતા આપી પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટેના પરિણામલક્ષી પગલા ભરવા માટે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી ૨૫૨૫ શિક્ષકોનું માધવ ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજ, બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા અને અનંતા એજ્યુકેશન ટ્રસ્ટ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ગાંધીનગરના ટાઉનહોલ ખાતે શિક્ષકોને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં મોરબી તાલુકામાંથી આઠ શિક્ષકો, ટંકારાના નવ શિક્ષકો, વાંકાનેરના ચાર શિક્ષકો, માળિયાના ચાર શિક્ષકો તથા હળવદના ત્રણ શિક્ષકો મળી મોરબી જિલ્લામાંથી કુલ ૨૮ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીડોર, જીસીઈઆરટી સચિવ એસ.જે. ડુમરાણીયા, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ પુલકિત જોષી, વનવિભાગના અધિકારીઓ, પર્યાવરણ બચાવો સમિતિના સભ્યો, પ્લાસ્ટિક મુક્તિ અભિયાન તેમજ પક્ષી બચાવો અભિયાનના સભ્યો ખાસ હાજર રહ્યા હતા.






Latest News